સુરત: સુરતના વરાછામાં સરકારી સાયન્સ કોલેજ બનશે તેવી જાહેરાત શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ કરી છે જેમાં સ્થાનિકોઓ સરકારી કોલેજની માગ કરી હતી તો વરાછા અને કામરેજના સ્થાનિકોની માંગ સંતોષાઈ છે અને રાજ્યના શિક્ષણ વિભાગને જમીન સુપરત કરાઈ છે વરાછાની જમીન સુરત મનપાએ સુપરત કરવામાં આવી છે.
આ કોલેજ માટે રૂ. 52 લાખની જોગવાઈ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. આ દરખાસ્તને રાજ્યના મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે, જેને પગલે હવે કોલેજના બાંધકામ માટેનો માર્ગ ખુલ્લો બની ગયો છે. આ નવી સરકારી કોલેજની સ્થાપનાથી વરાછા અને કામરેજના વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્વકનું ઉચ્ચ શિક્ષણ તેમની આસપાસ જ ઉપલબ્ધ થશે. વર્ષોથી ચાલતી આવી માંગ હવે પાયા પરથી સાકાર થવા જઈ રહી છે, જેથી સ્થાનિકોમાં ખુશીની લહેર છે.
વાલક પાટિયા પાસે ૧૭,૩૮૩ ચો.મી. જમીન સુપરત કરવામાં આવી છે. સ્થાનિક નાગરિકોની વરાછા સરકારી વિજ્ઞાન કોલેજની માંગણીને અનુલક્ષીને રાજ્ય સરકારે વર્ષ 2021માં કોલેજને મંજૂરી આપી હતી. કોલેજનું નવું બિલ્ડીંગ ન બને ત્યાં સુધી સીમાડા ખાતે હંગામી ધોરણે આ કોલેજ કાર્યરત કરી દેવામાં આવી હતી. મંત્રીએ કહ્યું કે, સુરત મનપાને જમીનના પ્લોટ માટે સરકાર દ્વારા રૂપિયા 52 કરોડની ચૂકવણી કરવામાં આવી છે.

