વાપી: વાપી તાલુકાના કરવડ સ્થિત પરમ લોજિસ્ટિક પાર્કમાં એક દુઃખદ અકસ્માત સજાર્યો છે. અરહમ કંપનીના ગોડાઉન પાસે ઉત્તરાખંડથી પ્લાસ્ટિકના દાણા લઈને આવેલા ટ્રક ચાલક મહેન્દ્રચંદ ધરમચંદનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર ઘટના સમયે મહેન્દ્રચંદ ટ્રકની કેબિન પર સફાઈ કરી રહ્યો હતો. આ દરમિયાન તેનો ખભો ઉપરથી પસાર થતી જીવંત વીજ લાઈનને અડી જતાં તેને જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ઘટના બાદ કેબિન પરથી મૃતદેહને નીચે ઉતારવા માટે ફાયર બ્રિગેડની ટીમને બોલાવવી પડી હતી. ડુંગરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ સમયે અન્ય કામદારો કન્ટેનરમાંથી માલસામાન ઉતારી રહ્યા હતા. ટ્રક ચાલક કયા કારણસર કેબિન ઉપર ચડ્યો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here