નવસારી: નવસારીની નાયક ફાઉન્ડેશન એજન્સી દ્વાર આખા નવસારી જિલ્લામાં સરકારી શાળાઓમાં બાળકોને ભોજન પહોંચાડવામાં આવે છે ત્યારે નાયક ફાઉન્ડેશન એજન્સી પર બાળકોના ભોજનને લઈને વાસી, હલકી ગુણવત્તા, જીવાતવાળું અને મેનુ વગરનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે એવી સરપંચો, ગામના સામાજિક આગેવાનો, વાલીઓ, નેતાઓ દ્વારા આંગળી ચિંધાઈ રહી છે અને લાગતા વળગતા અધિકારીઓને રાવ પણ થઈ છે છતાં નાયક ફાઉન્ડેશન એજન્સી સંચાલક, અધિકારીઓના પેટનું પાણી હલતુ નથી.

Decision News ને મળેલી માહિતી અનુસાર હવે બાળકોના સ્વાસ્થ્યને લઈને આખરે વાંસદા તાલુકાની દુબળ ફળિયાની શાળામાં સરપંચ શ્રી મહેન્દ્રભાઈ, ગામના આગેવાનો, SMC અઘ્યક્ષ અને વાલીઓ દ્વારા નાયક ફાઉન્ડેશન એજન્સી દ્વારા આવતું ભોજન 100% બંધ કરવામાં આવ્યું.ત્યારે નાયક ફાઉન્ડેશન એજન્સી વાસી, હલકી ગુણવત્તા, જીવાતવાળું અને મેનુ વગરનું ભોજન પીરસવામાં આવી રહ્યું હોવાની વારમ વાર પોલ ખોલી હોવા છતાં સુધારાનું નામ નથી લેતી અને આવી હરકતોના કારણે સરકાર કુપોષિત બાળકોને પોષણની વાતો કરવાનો દાવો પોકળ સાબિત થઈ રહ્યો છે.

ત્યારે હવે વાંસદવની દુબળ ફળિયા શાળાના બાળકોને ભોજનની વ્યવસ્થાનું શું ? અને જિલ્લાના બીજા અન્ય તાલુકાની શાળાઓમાં ભોજન પીરસાઈ રહ્યું છે એ ગામના આગેવાનો શું નિર્ણય લેશે.સરપંચ શ્રી મહેન્દ્રભાઈ, ગામના આગેવાનો, SMC અઘ્યક્ષ અને વાલીઓ શાળામાં જ ગરમ ભોજન બનાવીને જમાડવાની માંગ કરી છે નહીતો આંદોલનની ચીમકીની વાતો કરી છે. હવે તંત્ર શું નિર્ણય લેશે એ જોવું રહ્યું.