સેલવાસ: દાનહના દપાડા ગામે આવેલા સાતમાલિયા ડિયર પાર્ક પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. પાડોશી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના એક લાખથી વધુ પ્રવાસી અહીં આવે છે. 410 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા અભિયારણમાં નીલગાય, ચોસિંગા,સાબર, ચિતલ જેવા 534થી વધુ વન્યજીવો કુદરતના ખોળે ધીંગા મસ્તી અને કિલ્લોલ કરતા નજરે પડે છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ અહીં વસવાટ કરતા વન્યજીવોને આખું વર્ષ નિરાંત્તે ખોરાક પાણી મળી રહે એવી કુદરતી અને માનવ સર્જિત વ્યવસ્થા દાનહ વનવિભાગે કરેલી છે. પાનખર અને ઉનાળાની કાળઝાળ ગરમીઓમાં પણ આ વન્યજીવોને ખોરાક પાણી મળી રહે અને એમનું સ્વાસ્થ્ય જળવાય રહે એ માટે વ્યાપક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હાલ ગરમીના દિવસોમાં વહેલી સવારે વન્યજીવોને ખોરાક આપવા એસેમ્બલી પોઇન્ટ પર ભેગા કરવામાં આવે છે જ્યાં એમને ગ્રીન ફોડર, કેટલ ફીડ,જુવાર બાજરીના પીલિયા,શેરડીની ચીમરી,અને સૂકો ઘાસચારો આપવામાં આવે છે.

અભિયારણમાં પીવાના પાણી માટે કુદરતી તળાવ, ચેકડેમ અને કુત્રિમ તળાવ પણ છે. ગરમીમાં તળાવમાં પાણીનો પૂરતો જથ્થો રહે એ માટે કૂવો અને નદીમાંથી પાઇપલાઇનથી પાણી લાવી ઓવરહેડ ટાંકી વડે તળાવમાં અવિરતપણે ઠાલવવામાં આવે છે. આ પાણી વડે વન્યજીવો પોતાની તરસ છીપાવે છે અને તળાવમાં પાણીના કારણે આજુબાજુના મોટા ઝાડ લીલાછમ રહેતા કુદરતી છાંયડો પણ મળી રહે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here