ધરમપુર: ગતરોજ પ્રાંત અધિકારીશ્રી ધરમપુર મારફત માનનીય સેક્રેટરી સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતને રાજ્યના આદિવાસીઓ (અનુસુચિત જન જાતિ) પર યુનિફોર્મ સિવિલ કોડ (UCC)લાગુ ન કરવા બાબત રજૂઆત કરવામાં આવી હતી.

 ઉલ્લેખનીય છે કે ભારત દેશ આઝાદ થયા પછી લોકશાહીના સિદ્ધાંતો પર ચાલનાર રાષ્ટ્ર બન્યુ અને ચલાવનાર સરકારો બની, દેશના નાગરિકોએ પોતાને બંધારણની ભેટ આપી અને માત્ર બંધારણને આધારે હવે પછી દેશ ચાલશે તે સ્વીકાર્યું, ભારત દેશ અનેકવિધ વિવિધતાઓનો દેશ છે. અને વિવિધતામાં એકતા એ ભારત દેશ ની ઓળખ છે. સામાજિક,સાંસ્કૃતિક, ધાર્મિક, ભાષાકીય થી લઇ ને કેટલાય પ્રકારની વિવિધતાઓથી ભરેલા આ દેશ છે. અને તે પ્રમાણે લોકો પોતાના નિતિનિયમો પાળે છે. વર્તમાન સમયમાં દેશના તમામ નાગરિકો માટે “ સમાન નાગરિક ધારો લાગુ કરાવવાની હિલચાલ ચાલી રહી છે ત્યારે, ભારતનાં બંધારણીય સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આ વિષય પર ઊંડી સમજ અને ચિંતન કરવું ખુબજ જરૂરી બને છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર કલ્પેશ પટેલ જણાવે છે કે આજની સ્થિતિએ રાજ્યમાં 1.25 કરોડ જેટલી આદિવાસીઓ ની વસ્તી છે. જે અહીના મૂળ નિવાસી છે. જેઓની આદિ-અનાદીકાળ થી સામાજીક ધાર્મિક રીત રીવાજો, પ્રથાઓ, પરંપરાઓ, લગ્ન, વારસાઈ, છુટાછેડા, ગોદલેવું, ઘર જમાઈ, ઉત્તરાધિકારી નક્કી કરવુ, માતૃસત્તા, બહુપત્નીત્વ, બહુ પતિત્વ, બહુ વિવાહ, જેવી બાબતો જીવન શૈલીનો ભાગ છે. જે પેઢી દર પેઢી અને સદીઓ થી ચાલી આવતા વ્યક્તિગત કાયદા છે. આજે પણ જન્મ, લગ્નવિધિ, મરણવિધિ, કુળ દેવી,-દેવતાઓ સાથે પ્રકૃતિ ની પૂંજા, જેને મુસ્લિમો ના ૫૦૦ વર્ષના શાશનકાળ અને અંગ્રેજો ના ૧૭૫ વર્ષ ના શાશનકાળ દરમિયાન પણ દખલગીરી કરી નહોતી, જેવી તમામ બાબતો ” સમાન નાગરિક સંહિતા લાગુ કરવાથી આપો આપ નષ્ટ થઇ જશે. આદિવાસી સમાજ ને મળેલ બંધારણીય અનુસૂચિ 5 ની જોગવાઈઓ, પેસા એક્ટ -1996, શૈક્ષણિક અને રાજકીય અનામત. 73 AA, અનુસૂચિત જાતિ,અનુસૂચિત જન જાતિ (અત્યાચાર નિવારણ ) અધિનિયમ, વિલકિન્સન રુલ_1837, કારતકારી અધિનિયમ_1908 (CNT ACT) તથા જળ, જંગલ. જમીન તથા ખનીજો પર ના અધિકારો ” સમાન નાગરિક સંહિતા ” લાગુ થવાથી નષ્ઠ થઇ જશે. દેશ ની આઝાદી ના 78 વર્ષ પછી પણ આદિવાસી સમાજ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત છે. જેમની સાથે આજે પણ રાજ્યમાં સમાનતા નો વ્યવહાર કરવામાં આવતો નથી. આવી પરિસ્થિતિ માં હું સ્પષ્ટ પણે એવુ માનું છું કે સમાન નાગરિક ધારો ઘડવા માટે રાજ્ય ને જે સત્તા આપવામાં આવી છે તે સમય થી વહેલી છે. દેશ ના બંધારણમાં ” સમાન નાગરિક ધારો “ ઘડવા અંગે જે કલમ ૪૪ છે તેની ચર્ચા બંધારણ સભામાં તા. 23-11 -1948 ના રોજ કલમ ૩૫ તરીકે ચર્ચા થઇ હતી તે મુજબ મતદાતા ની કોઈ સંમતિ વિના લોકમત ની વિરુદ્ધ જઈ ને ” સમાન નાગરિક ધારો” રાજ્ય ના આદિવાસી સમાજ પર લાગુ કરવા જોઈએ નહી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here