સુરત: ગતરોજ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં તૈનાત સબ-ઇન્સ્પેક્ટર અશોક પટેલ નશામાં ધૂત થઈને લોકોને ગુંડાગીરી કરતા જોવા મળ્યાનો સ્થાનિક લોકો દ્વારા વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આ મામલો પોલીસ કમિશનર સુધી પોહચતા હાલમાં પીધડ પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ વીડિયો સુરતના હિદાયત નગર પોલીસ સ્ટેશનનો છે. આમાં સબ ઇન્સ્પેક્ટર અશોક પટેલની કારની અંદર દારૂની બોટલો અને ગ્લાસ સ્પષ્ટ જોઈ શકાય છે.
આ વીડિયો વાયરલ થયા બાદ, પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે આ મામલાની તપાસનો આદેશ આપ્યો હતો અને મેડિકલ ટેસ્ટમાં દારૂ પીધો હોવાની પુષ્ટિ થયા બાદ પીધડ અશોક પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

