કપરાડા: નાનાપોંઢાના માજી સરપંચશ્રી રમતુભાઈ દામુભાઈ ચૌધરીના ઘરે કપરાડાના વિવિધ ગામોનાં પ્રતિનિધિઓની બેઠક મળી જેમાં આજની મિટિંગનાં અધ્યક્ષશ્રી લાલુભાઇ ગાંવિતની વરણી કરવામાં આવી કાર્યક્રમનું સંચાલનશ્રી મંગુ ભાઈ ગાંવિતએ કર્યું.

Decision News ને મળેલી માહિતી અનુસાર કાર્યક્રમમાં કુકણા સમાજના પ્રતિષ્ઠિત અને આદિવાસી એક્તા પરીષદનાં સક્રિય કાર્યકર એવા ભાવુભાઈ થોરાત તેમજ વલસાડ જિલ્લાનાં કુકણા સમાજના કૌર કમિટીના પ્રમુખ દિનેશભાઈ ખાંડવી સાહેબએ આજની મિટિંગમાં યુ સી સી સિવિલ કોડ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ વૈચારિક મહા સંમેલન અંગેનાં ઉદ્દેશો વિશે માહિતી આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા કૌર કમિટીના સભ્યોનાં પ્રતિનિધિ એવા દક્ષાબેન રમતુભાઈ ચૌધરી, વિણાબેન નવિનભાઇ ભિંસરાએ મહિલાનું પ્રતિનિધિત્વ પૂરું પાડયું હતું. તેમજ કપરાડા તાલુકાના વિવિધ ગામોમાંથી પ્રતિનિધીઓ આ મિટિંગમાં હાજર રહ્યા હતા.

આ મહા સંમેલનને સફળ બનાવવા માટે અને નાણાકીય ભંડોળ એકત્રિત કરવા તેમજ સંગઠનને મજબૂત બનાવવા માટે વડખંભા ગામના માજી સરપંચશ્રી વિપુલભાઈ તેમજ સુખાલા ગામના પ્રતિષ્ઠીત યુવા વર્ગમાં જયેશભાઇ પાડવી, અરવિંદભાઈ ભુસારા, દિનેશભાઈ ગાંવિત,દિલીપભાઈ ગાંવિત, રજનીકાંત પાડવી, બહાદુરભાઈ ઠાકરે,અર્જુનભાઈ વાઢૂ,ખૂટલી ગામના શ્રી દેવુભાઈ દાધવ,એડવોકેટ ધવલભાઈ,કકડકોપરનાં શ્રી મનોજભાઈ,નાનાપોંઢાનાં સક્રિય કુકણા સમાજના કાર્યકર એવા ભગુભાઈ ચૌધરી, કાળુભાઈ ચૌધરી, પાનસ ગામના નિવૃત્ત ફોજી માનનીય શ્રી નાનુભાઈ ભગરિયા સાહેબ, પ્રવીણ ખાંડવી, ધીરુભાઈ ઠાકરિયા (ઓઝર્ડા), નગીનભાઈ ચૌધરી, ગુલાબભાઈ ખાંડવી, અશોકભાઈ ખાંડવી,સન્મુખ જાદવ, રાજેશભાઈ ભોયા (કાજલી), મગનભાઈ ગાંવિત (નાનાપોંઢા)જિલ્લા ખજાનચી નવીનભાઇ ભિંસરા જેવા સંનિષ્ઠ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રિય વૈચારિક એકતા મહા સંમેલનને સફળ બનાવવા માટે નાણાંકીય ભંડોળ એકત્ર કરવા માટે રસિદબુક લઈ ને ગામે ગામ મુલાકાત લઈ આમંત્રણ આપવા કમર કસી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here