સુરત: સુરત શહેરમાં જાહેર વૃક્ષ પરથી ફળ તોડનારે ચેતવું પડે એવો એક કિસ્સો સામે આવ્યો છે. સરથાણા નેચર પાર્કમાં કેરી તોડનાર યુવકને રૂ. 200નો દંડ ફટકારવામાં આવ્યો છે. જાહેર વૃક્ષ પર ફળ જોઈને કેટલાક લોકો કોઈની પણ પૂછ્યા વગર તોડી લેતા હોય છે. આ સરકારી વૃક્ષ છે, એટલે કોઈ કઈ કહેશે નહીં એવું માનીને ફળો તોડવામાં આવે છે. પરંતુ જો મહાનગરપાલિકાની નજરમાં ફળ તોડનાર પકડાય તો તેને દંડ પણ કરવામાં આવે છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર શહેરના સરથાણા નેચર પાર્કમાં સચીન નામનો યુવક આંબા પર કેરીના ઝૂમખા જોઈને પાડવા માટે લલચાયો હતો.યુવક કેરી પાડતો હતો એ દરમિયાન જ ત્યાના સુરક્ષાદળની નજર પડી હતી અને તસવીરો પણ કેમેરામાં કેદ કરી લીધી હતી. જેને પગલે સચીનને કેરી તોડવા બદલ રૂ.200નો દંડ ફટકારાયો હતો. સરથાણા વિસ્તારમાં પ્રાણી સંગ્રહાલય આવેલું છે, જેની અંદર ઘણા આંબાના ઝાડ આવેલા છે.

હાલમાં કેરીની સીઝન હોવાથી ઘણી કેરીઓ આવેલી છે. ખાસ વાત એ છે દર વર્ષે ત્રણથી ચાર લાખ રૂપિયામાં કોન્ટ્રાક આપી દેવામાં આવે છે. જેટલી પણ કેરી આવે તે તેમને લઈ લેવાની. જોકે, આ વર્ષે હજુ સુધી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નથી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here