નવસારી: મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું (1 એપ્રિલ, 2025) નવસારી ખાતે 93 વર્ષની વયે નિધન થયું છે. તેઓ મહાત્મા ગાંધીના પુત્ર હરિદાસ ગાંધીની પૌત્રી હતા. નીલમબેન નવસારી જિલ્લાની અલકા સોસાયટીમાં તેમના પુત્ર ડૉ. સમીર પરખીના ઘરે નિવાસ કરતા હતા.
Decision News ને મળેલી માહિતી અનુસાર મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નિલમ પરીખનું નિધન થયાના સમાચાર સામે આવ્યા છે. મહાત્મા ગાંધી બાપુના પ્રપૌત્રી નિલમ પરીખે નવસારી ખાતે જૈફ વયે અંતિમ શ્વાસ લીધા છે. બાપુના પુત્ર હરિદાસના પુત્રી અને તેના પુત્રી રામીબેનના પુત્રી હતા નીલમ પરીખ…લગ્ન બાદ દાયકાઓથી નીલમ પરીખ નવસારી સ્થાયી થયા હતા.
મહાત્મા ગાંધી બાપુના પ્રપૌત્રી નિલમ પરીખે નવસારી ખાતે જૈફ વયે અંતિમ શ્વાસ લીધા છે. CR પાટીલે સોશિયલ મીડિયામાં દુ:ખ વ્યક્ત કર્યું હતું. પોસ્ટમાં લખ્યું હતું કે, નિલમ પરીખએ ચુસ્ત ગાંધીવાદી વિચારધારા અને ગાંધી મૂલ્યો વચ્ચે એમણે એમનું સમગ્ર જીવન મહિલા કલ્યાણ અને માનવ કલ્યાણનાં કાર્યોમાં વ્યતિત કર્યું હતું. એમનાં નિધનથી સમાજને મોટી ખોટ પડશે. ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે અને પરિવારજનોને આ ખોટ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના!

