દક્ષિણ ગુજરાત: આજથી એપ્રિલ મહિનો શરૂ થઈ ચૂક્યો છે. જો કે, ગરમીએ તેનો અસલી રંગ માર્ચમાં જ બતાવી દીધો હતો. હાલ અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી રહ્યો છે. તેની વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની પણ આગાહી કરી છે.

આજે 1 એપ્રિલના રોજ હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં કરવામાં આવી છે. તેમજ થન્ડરસ્ટોર્મની વોર્નિંગ પણ આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર ટ્રફ અને સાયકલનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આગામી 5 દિવસ છૂટાછવાયા કમોસમી વરસાદી ઝાપટા પડશે. એટલું જ નહીં કેટલાક વિસ્તારોમાં 40થી 45 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. આજે દક્ષિણ ગુજરાતના શહેરોમાં કમોસમી વરસાદ પડશે. માવઠાનો આ સિલસિલો 4 એપ્રિલ સુધી યથાવત રહે તેવી શક્યતા. તેમજ 4 એપ્રિલે કેટલાક વિસ્તારમાં વાવાઝોડાની સાથે વરસાદ આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આ વિસ્તારમાં જ કેસર કેરીનું મબલખ ઉત્પાદન થતું હોય અને હાલ કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે જ જો કમોસમી વરસાદ થાય તો કેરીનો પાક લેતા ખેડૂતોની ચિંતા વધી શકે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here