ભરૂચ: ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ દુધધારા ડેરી નજીકની ગટરમાંથી ગત શનિવારે માનવ મૃતદેહ નું કપાયેલ મસ્તક મળી આવેલ ત્યારબાદ ફરી રવિવારે અને સોમવારે પણ મૃતદેહ ના અવશેષો મળી આવેલ અને જે સમગ્ર ઘટના બાદ ભરૂચ શહેર માં ચકચાર મચી જવા પામી હતી.પોલીસને મૃતદેહ અંગે ઓળખ કરવામાં મળી સફળતા.
Decision News ને મળેલી વિગતો અનુસાર દુધધારા ડેરી નજીકની ગટરમાંથી મળેલ મૃતદેહના અવશેષો મૃતક સચિન કુમાર ચૌહાણ નામના વ્યક્તિનું જાણવા મળી રહ્યું છે અને મૃતક સચિન કુમાર ચૌહાણ ભરૂચના શ્રવણ ચોકડી નજીક એક સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો અને મૃતક સચિન ચૌહાણ દહેજની ફર્મેન્ટા કંપનીમાં નોકરી કરતો હતો. મૃતક સચિન ચૌહાણ અચાનક ગુમ થતાં મૃતકના ભાઈ મોહિત કુમારે 29 માર્ચના રોજ ગુમ થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જે બાદ પોલીસ તપાસ માં મળેલ માનવ મૃતદેહ અવશેષો સચિન ચૌહાણ નામના વ્યક્તિના છે તેવી ઓળખ થઈ છે અને હાલ પોલીસ તપાસ ચાલી રહી છે અને આગળ પોલીસ તપાસ દરમિયાન વધુ મોટા ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

