કપરાડા: આદિવાસી સમાજના કુકણા, કોકણા, કોંકણી, કુન્બી જમાતના વૈચારિક અને સાંસ્કૃતિક એકતા સંમેલનની ભૂમિ જવ્હાર, જિલ્લા પાલઘર ખાતે યોજાનાર છે તેને લઈને કપરાડામાં જન જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન થયું હતું.
દિનેશ ખાંડવીએ Decision News ને જણાવ્યા અનુસાર આદિવાસી સમાજના કુકણા, કોકણા, કોંકણી, કુન્બી જમાતના વૈચારિક અને સાંસ્કૃતિક એકતા સંમેલનની ભૂમિ જવ્હાર,જિલ્લા પાલઘર ખાતે ભાગ લેવા માટે આમંત્રણ પત્રિકા અને જન જાગૃતિ માટે આમધા ગામે કપરાડાના ખૂબ જ ઉત્સાહી યુવાનો એ ભાગ લીધો હતો.
વધુમાં જણાવ્યું કે તેઓ એ ઘર ઘર પત્રિકા પહોંચાડી દરેકને ગામમાં જાણ કરવાની જવાબદારી પણ લીધી હતી અને કાર્યક્રમમાં ભાગ લેવાની પણ તૈયારી બતાવી હતી. અનિલભાઈ ગાંવીતે આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી, કાર્યક્રમમાં જુદા જુદા ફળિયાના સર્વ શ્રી ધર્મેશભાઈ ગાંવિત, દિપકભાઈ ભોયા, ગણેશભાઈ ગાંવિત, બીપીનભાઇ ભોયા, નરેશભાઈ ગાંવિત, રાજેશભાઈ ગાંવિત, અનિલભાઈ બુધુભાઈ ગાંવિત, નવીનભાઈ ગાંવિત અને વિશેષ ઉપસ્થિત એવા અશોકભાઈ ખાંડવીની હાજરી અને ગામના અન્ય ઉત્સાહી યુવાનો હાજર રહ્યા હતા.

