કપરાડા: કપરાડા તાલુકાના બોરપાડા ધુરાપાડા ફળિયામાં શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં ઘર ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. પાડા નજીક આવેલ બારપુડા ગામના ધુરા ફળિયામાં રહેતા સાજન કાસુભાઈ જોગારેના ઘરમાં બપોરે દોઢ વાગ્યેની આસપાસ શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી ગઈ હતી જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Decision News ને મળેલી માહિતી અનુસાર આ દરમિયાન ઘરના આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બે કિલોમીટર નીચેથી પાણી ભરીને પિકઅપ મંગાવી દેગડાથી પાણી ભરી આગ ઓલવવા લાગ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો .જોકે ત્યાં સુધીમાં ગરીબ પરિવારનું ત્રણ ગાળાનું મકાન આગમાં સ્વાહા થઈ ગયું હતું. જોકે ઘરમાં 500 મણ અનાજ,300 કિલો તુવેર, 250 કિલો અડદ બળી ગઇ હતી. કપડાં વગેરે કાંઈજ બચ્યું ન હતું.
ઘટનાની જાણ થતા ભાજપ પ્રમુખ વિપુલ ભોયાને થતા તેઓ નાનાપોંઢાના સામજિક કાર્યકર્તા મંગુભાઈ ગાંવિત, જિ.પંચાયત સભ્ય મીનાક્ષીબેન સહિતની ટીમ બોરપાડા ઘટના સ્થળે પહોંચી પીડિત પરિવારને સાંત્વના આપી તેમના ખાવા માટે ભોજજની વ્યવસ્થા કરી આગામી દિવસોમાં બનતી સહાય પૂરી પાડશે એવી હૈયા ધરપત આપી હતી. લગ્ન પ્રસંગ માટે જમા કરેલી મૂડી પણ સ્વાહા ઘરમાં એક મહિના પછી 11 મે ના રોજ લગ્ન પ્રસંગ ગોઠવયો હતો જેમાં એક છોકરો અને છોકરીના લગ્ન થવાના હતા. તેના માટે ભેગી કરેલી મૂડી પણ આગમાં સ્વાહા થઈ જતા પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. હાલમાં તો પરિવાર રસ્તા પર આવી ગયું છે.

