વાંસદા: આદિવાસી સમુદાયના કોંકણા, કોંકણી, કુકણા, કુનબી(ડાંગ)સમાજ ગુજરાત રાજયની તા.31/03/2025ના રોજ રાષ્ટ્રીય મહાસંમેલન વૈચારીક એકતા અને સાંસ્કૃતિક મહાસંમેલન અંતગર્ત સમસ્ત કુકણા સમાજ ભવન વાંસદા ખાતે બેઠક યોજાય.
આગામી તા. 27 એપ્રિલ-2025 ના રવિવારના રોજ જવ્હાર, પાલઘર ખાતે રાષ્ટ્રીય મહાસંમેલન, વૈચારીક એકતા અને સાંસ્કૃતિક મહાસંમેલન અંતગર્ત સમાજ ભવન ખાતે પ્રકૃતિ પૂજા માન.ગમજુભાઈ ચૌધરી હસ્તે માન.જગદીશભાઈ પટેલ સાથે કરવામાં આવેલ જેમાં કુકણા સમાજની પરંપરા જેવી કે ફાડિયા સાથે ટોપી પહેરાવી મહેમાનોનું સ્વાગત કેન્દ્રીય કોર ગુજરાત રાજયના સભ્યો દ્વારા કરવામાં આવેલ.

રાષ્ટ્રીય મહાસંમેલન અંતગર્ત નાણાકીય ભંડોળ માટે નીતી વિષયક બાબતો સાથે માપદંડોની ચર્ચા સાથે કેન્દ્રીયકોરમાં 50% અને જિલ્લા તાલુકામાં 25% ફંડ રાખવા બાબતે નકકી કરવામાં આવેલ જયારે આદિવાસી સમુદાયના કોકણા, કોકણી, કુકણા,કુનબી(ડાંગ) સમાજ ગુજરાત, મહારાષ્ટ્ર, દા.ન.હવેલી આમ ત્રણેય રાજયમાં સંગઠનની જરૂરીયાત રાષ્ટ્રીય લેવલની કેમ ઉભી થઈ તેમજ આ સંગઠન થકી લોકોએ સમાજને શુ આપવાનુ છે.
જેના માટે રાષ્ટ્રીય કક્ષાના મહાસંમેલનના ઉદેશ્યો કયા કયા ? તેમજ આપણા ગુજરાતના વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરતના કોકણા, કોંકણી,કુકણા,કુનબી(ડાંગ) સમુદાય દ્વારા સંસ્કૃતિ બચાવવા, શૈક્ષણિક સમસ્યા, રોજગાર સમસ્યાઓ સાથે આવનાર પેઢીને આ રાષ્ટ્રીય મહાસંમેલન થકી આ પ્લેટફોર્મ ઉપરથી વિચારોનું આદાન પ્રદાન સાથે દરેક જિલ્લામાંથી એક સમસ્યા પડકારો માટે મુખ્ય વકતા સાથે સંસ્કૃતિને બચાવવા થીમ આધારીત વાસ્તવિક સંસ્કૃતિનું પ્રદર્શન આ પ્લેટફોર્મ ઉપરથી ગુજરાતની લુપ્ત થતી સંસ્કૃતિ ને બચાવવા માદળ નૃત્ય,દેરા વાઘ,ઠાકરે નૃત્ય, પાવરી નૃત્ય,ડાંગરદેવ, માવલીદેવ જેવા દેવી-દેવતાઓની વાસ્તવિક કથા
આ પ્લેટફોર્મ ઉપરથી રજુ કરવા દરેક જિલ્લાના કેન્દ્રીય કોર મેમ્બર સાથે પ્રમુખ–મંત્રીઓ સુરતના એમ.બી.માહલા ડાંગના કાશીરામ બિરારી,વલસાડના ડો.દિનેશભાઈ ખાંડવી, તાપીના તુલસીરામ ભોયે, નવસારીના જગદીશભાઈ પટેલ તેમજ આજના બંને અધ્યક્ષો શ્રી આર.ડી.ભગરીયા કુકણા સમાજ ના પ્રમુખ, ઉપ પ્રમુખ કરસનભાઈ ચવધરી દ્વારા જાહેર આમંત્રણ વૈચારીક રાષ્ટ્રીય સંગઠન સાથે રોડ મેપ દરેક જિલ્લાના પ્રમુખશ્રી ને ઉપરોકત અધ્યક્ષો દ્વારા ફાઈલ સાથે તમામ ડોકયુમેન્ટ આપવામાં આવેલ.
રાષ્ટ્રીય મહાસંમેલન વૈચારીક એકતા સાંસ્કૃતિક મહાસંમેલન અંતગર્ત જાહેર આમંત્રણ દરેક તાલુકાના પ્રમુખ, મંત્રી, ખજાનચીશ્રી ને ઘરે-ઘરે આ રાષ્ટ્રીય વૈચારીક સંગઠનનો ઉદેશ્યો નુ સમજ બાબતે ટીમો બનાવવા તેમજ આમંત્રણ પત્રિકા આપવા સાથે પરિચય કેળવવા તમામ ગામોના સરપંચ સાથે મહિલ સંગઠનોની સમિતિ પ્રકૃતિ સાથે રાષ્ટ્રીય મહાસંમેલનના ઉદેશ્યોને સન્માન કરી વધાવી લીધેલ.
આજની રાષ્ટ્રીય મહાસંમેલનની મિટિંગ ગુજરાતના જિલ્લાના કેન્દ્રીય કોર મેમ્બરો જે.બી.પવાર કાંતિલાલ એફ કુનબી, એમ.બી.માહલા, ડાંગ ગમજુભાઈ ચૌધરી, ઈશ્વરભાઈ માળી, કાશીરામ બિરારી તેમજ નવસારી જગદીશભાઈ પટેલ, ભગવતીબેન, વિનયભાઈ, ચીમનભાઈ, સાથે સાથે વલસાડમાંથી ડો.દિનેશભાઈ ખાંડવી, ગણેશભાઈ, વાંસતીબેન ગાંવિત સાથે તાપી-વ્યારામાંથી ભીમસિંગભાઈ કોકાણી તુલસીરામ ભોયે, વિનયભાઈ કોકાણી સાથે સ્થાનિક મંડળના પ્રમુખશ્રી આર.ડી.ભગરીયા, કરચનભાઈ ચૌધરી ઉપપ્રમુખ, મંત્રી અમ્રુતભાઈ ગાયકવાડ ખાજાનચી ધનેશભાઈ માહલા સાથે સમ્રગ કારોબારી ઉપસ્થિતી રહી માર્ગદર્શન સાથે રાષ્ટ્રીય મહાસંમેલનના ઉદેશ્યોની સમજ આપી તમામ સમુદાયોનો આભાર વ્યકત કરવામાં આવેલ.

