ધરમપુર: ગતરોજ આદિવાસી કુકણા કોકણા, કોકણી કુનબી (ડાંગ)સમાજ ગુજરાત રાજ્ય દ્વારા સમગ્ર ગુજરાત મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીના કુકણા સમાજ નું મહા સંમેલન મહારાષ્ટ્ર ખાતેના ભારત રત્ન રાજીવગાંધી સ્ટેડિયમ તા જ્વહાર જી પાલઘરમાં મહાસંમેલન યોજાય રહ્યું છે તે સંદર્ભે ધરમપુરનાં BRC ભવન ખાતે મીટીંગ યોજવામાં આવી જેમાં નીચે મુજબના મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી.

કુકણા સમાજના મહાસંમેલનનો શું ઉદ્દેશ્ય છે..? શા માટે આ સંમેલન યોજાય રહ્યું છે. તે અંગે શ્રી જે.બી. પવાર સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ આ મહાસંમેલનમાં નાણાકીય ભંડોળ ઊભું કરવા સહિત જેતે વ્યક્તિ પ્રમાણેનાં માપદંડો નક્કી કરવામાં આવ્યા જેમાં ધારાસભ્ય ક્લાસ વન અધિકારી જિલ્લા પ્રમુખ તેમજ તાલુકા પ્રમુખ, કર્મચારી અને ખેતી કામકારનાર ખેડૂત સહિત તમામ સમાજ બાંધવો યથા શક્તિ ફંડ ફાળો આપે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ મહા સંમેલનનાં વકતા જિલ્લા પ્રમાણે એક નક્કી કરવા જણાવ્યું આપણા ગુજરાતમાંથી કુલ પાંચ વ્યક્તિ વકતા તરીકે નક્કી કરવામાં આવશે જે અંગે ની મીટીંગ આવતી કાલે ૩૧/૩/૨૦૨૫ વાર સોમવાર વાંસદા ખાતે નક્કી કરવામાં આવશે. તેમજ આ મહા સંમેલનનો સંદેશ ઘર ઘર સુધી પહોંચે તે માટે ગામ સમિતિ બનાવી તાલુકા પ્રમાણે પેમ્પ્લેટની વહેચણી કરવામાં આવી તેમજ ગામ કક્ષાએ જે પણ અનાજ દાળ ચોખા આપવા માંગતા હોય તે તાલુકા પ્રમાણે ઉઘરાવી કપરાડા તાલુકાના પ્રતિનિધિ નવિનભાઇ ભિંસરાને જમાં કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

કુકણા સમાજના મહાસંમેલનને સફળ બનાવવા માટે ગુજરાતના વિવિધ જિલ્લામાંથી પધારેલા પ્રતિનિધિઓ જેમાં  દિનેશભાઈ ખાંડવી, રમતુભાઈ ચૌધરી, દેવુભાઈ દાધવ, મનોજભાઈ જાદવ, નાનુભાઈ ભગરિયા સાહેબ નિવૃત્ત આર્મી, વીણાબેન, દક્ષાબેન, નિલેશભાઈ નીકુલિયા, દિવ્યેશભાઈ, શ્રણવકુમાર, રમેશભાઈ પવાર, ભાવિનભાઈ, ભાવેશ ભાઈ, ભગવતીબેન -દિનેશભાઈ માહલા, જગદીશભાઈ પટેલ,ભાવિનભાઈ, ભરતભાઈ, નિલેશભાઈ, જેવા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી મિટિંગમાં સફળ બનાવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here