ગુજરાત: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવામાં આવેલી વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12ની પરીક્ષામા ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ગણિત વિષયની પરીક્ષામાં વૈકલ્પિક પ્રશ્નોની સુધારેલી આન્સર કી વેબસાઇટ ઉપર મુકવામાં આવી છે. જોકે શિક્ષણ બોર્ડ દ્રારા આન્સર કીમાં દર્શાવલા જવાબો ખોટા હોય તો વિધાર્થીઓ અને શિક્ષકો પાસેથી માન્ય આધાર પુરાવા સાથે રજુઆત સાંભળવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર જેના આધારે વિષય નિષ્ણાત તજજ્ઞો દ્રારા આન્સર કીમાં સુધારો કરવામાં આવ્યો હતો.શિક્ષણ બોર્ડ દ્રારા ફેબ્રુઆરી માર્ચ-2025માં ધોરણ-12 સાયન્સની પરીક્ષા લેવાઇ હતી પરીક્ષામાં ધોરણ-12 સાયન્સના ફિઝીકસ, બાયોલોજી, કેમેસ્ટ્રી અને મેથ્સ વિષયની પરીક્ષામાં વૈકલ્પિક પ્રશ્નો પુછ્યા હતા. તેમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સહિતના માધ્યમોની પ્રોવિઝનલ આન્સર કી શિક્ષણ બોર્ડે વેબસાઇટઉપર મુકવામાં આવી હતી.
જે અંતર્ગત ગત 24મી માર્ચ, સોમવાર સુધીમાં જરી નિયત કરેલા આધાર પુરાવા સાથે વિધાર્થીઓ અને શિક્ષકો પાસેથી સાચા જવાબોની રજુઆતો સ્વિકારમાં આવી હતી. આવેલી અરજીઓનો અભ્યાસ કરીને શિક્ષણ બોર્ડ દ્રારા વિષય અને માધ્યમના વિષય નિષ્ણાતં તજજ્ઞો દ્રારા ચકાસણી કરીને પ્રોવિઝનલ આન્સર કીમાં સુધારો કરીને ફાઇનલ આન્સર-કી વેબસાઇટ પર મુકાઇ છે

