ભરૂચ: વર્તમાનમાં પવિત્ર ગૌમાતાના ગૌચરણની જમીનો પર રાજનૈતિક વગ ધરાવતા ધંધાદારી લોકો કાયદામાં ફેરફારો કરાવી કબ્જો કરી રહ્યા છે જ્યારે ઈતિહાસ જોવા જઈએ તો પશુપાલન વ્યવસાય હોવાથી પશુધન તેવી ગાયને બચાવવા પોતાનો જીવ આપી દેતા હતા. આજે એનું ઉલટું થઈ રહ્યું છે અને સત્તાના જોરે ગૌમાતાના ગૌચરણની જમીનોને ધંધાદારી લોકો એ ધંધો બનાવી દીધો છે.
આવું જ કંઈક ભરૂચ ના મંગલેશ્વર ના નર્મદા નદીના તટે આવેલ ગૌચરની જમીનમાં રેતી ના વ્યવસાય સાથે જોડાયેલા રાજનૈતિક લોકો દ્વારા સત્તાના જોરે ગૌમાતાના ગૌચરણની જમીનને પો.ખ. નદીનાળાં માં ફેરવી નાખી હતી અને ગૌચરણની જમીનમાં રેતી ખોદકામ કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે એની સાથે સાથે પર્યાવરણને પણ વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યા છે.
આ ગૌમાતાના ગૌચરણની જમીનમાં ગેરકાયદેસર ચાલતા રેતી ના લીઝો અંગે જીલ્લા વહીવટી તંત્ર જાણતું હોવા છતાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર કાર્યવાહી કરવા માટે કોણી રાહ જોઈ રહ્યું છે?
નાયબ કલેકટર ભરૂચ થકી રાજનૈતિક લોકો દ્વારા સત્તાના જોરે ગૌમાતાના ગૌચરણની જમીનને પો.ખ. નદીનાળાં માં ફેરવી નાખેલ પરંતુ જીલ્લા કલેકટર ભરૂચ દ્વારા તે હુકમને રદ કરવામાં આવ્યો હતો અને ફરી જેને ગૌચરણની સ્થિતિમાં ફેરવવા હુક્મ કર્યો હતો અને આજની સ્થિતિ પ્રમાણે આ ગૌમાતાના ગૌચરણની જમીનમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ શકે નહીં તેમછતાં પણ હાલમાં આ ગૌચરણની જમીનમાં ગેરકાયદેસર રીતે રેતી ના લીઝો જીલ્લા વહીવટી તંત્રના છુપા આશીર્વાદ થી ખુલ્લેઆમ ચાલી રહ્યા છે અને જીલ્લા વહીવટી તંત્ર મુકપ્રેસક બનીને બેઠું છે.
અહીંયા સવાલ એ ઉપસ્થિત થાય છે કે જીલ્લા વહીવટી તંત્ર કોણા દબાણ હેઠળ કાર્યવાહી કરી રહ્યું નથી? કેમકે? ગૌમાતાના ગૌચરણની જમીનમાં કોઈ પણ પ્રકારની ખનન પ્રવૃત્તિ ગેરકાયદેસર છે એ તંત્ર પણ જાણે છે તેમછતાં પણ કાર્યવાહી ન થતાં જીલ્લા વહીવટી તંત્ર ઉપર સીધા સવાલો ઉપસ્થિત થાય છે અને ગૌમાતાના ગૌચરણની જમીનમાંથી દબાણ દુર કરાવનાર અધિકારીઓ જ આ વાત થી અજાણ બની રહ્યા છે. જેથી અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

