નવસારી: નવસારીના વિજલપોરમાં આવેલી આંબેડકરનગર પ્રાથમિક શાળામાં NEP-2020 અંતર્ગત પ્રિ-વોકેશનલ એજ્યુકેશન કાર્યક્રમમાં 10 બેગલેસ ડે ની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી ધોરણ 6થી 8ના બાળકોને અભ્યાસની સાથે વ્યવસાયલક્ષી તાલીમ પણ આપવામાં આવે છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ દિવસની પ્રવૃત્તિઓનું આયોજન કરી બાળકોને વિવિધ વ્યવસાયકારોની મુલાકાત અથવા વ્યવસાયલક્ષી પ્રવૃત્તિ શાળામાં કરાવી જુદા જુદા વ્યવસાયોથી માહિતગાર કરવામાં આવે છે. તેમજ આ પ્રવૃત્તિ બાળકોને અભ્યાસમાં પણ મદદરૂપ થાય છે. ફ્રી વોકેશનલ પ્રવૃત્તિ અંતર્ગત શાળાના બાળકોએ અભ્યાસની સાથે તેમની કારકિર્દીની પસંદગીમાં મદદરૂપ થઈ શકે તેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી તેમજ પ્રત્યક્ષ મુલાકાત દ્વારા બાળકોએ શિક્ષણ મેળવ્યું.
આ પ્રવૃત્તિઓ તેમના સફળ ભવિષ્ય માટે ખરેખર ખૂબ જ ઉપયોગી થશે. 3 વર્ષથી જીવન ઉપયોગી પ્રવૃત્તિ કરાઇ રહી છે શૈક્ષણિક વર્ષ-2024-25માં બેકરી, ઇલેક્ટ્રિશિયન, બ્યુટી પાર્લર, લોંડરી, ચીકીની ફેક્ટરી, બાંધકામ સ્થળ, પશુપાલન કરનાર, વોટર ફિલ્ટર પ્લાન્ટ જેવા સ્થળોની મુલાકાત કરાવવામાં આવી આ સ્થળોએ કામ કરતાં કારીગરોની પ્રત્યક્ષ મુલાકાત દ્વારા તેમના વ્યવસાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ તે ઉપરાંત, શાળામાં રાખડી બનાવવાની પ્રવૃત્તિ, વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવી, ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા શાળામાં સલામતી અંગેનું માર્ગદર્શન સહિતની પ્રવૃત્તિ કરાઇ.

