નવસારી: ખારેલ 24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.ન.48 ઉપર ભુલાફળિયા કટ પાસે બસ-ટ્રક અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેને લઈને હાઇવે જામ થઇ ગયો હતો.મુસાફરોને ટ્રાફિકના કારણે સમસ્યાનો સામનો કરવો પડયો.

Decision News ને મળેલી માહિતી અનુસાર નવસારી ડેપો દ્રારા સંચાલિત થતી ઉનાઈ-નવસારી (જી.જે.18 ઝેડ.6462) સાતેમ બાજુથી આવી નવસારી જવા માટે ભુલાફલીયા કટ ક્રોસ કરવા સવારે 7 કલાકે જતી હતી બસ 95% હાઇવે ક્રોસ કરી ત્રીજી લાઈનમાં જતી હતી.

ત્યારે બસની પાછળ એક ઈટો ભરેલી ટ્રક ન.જી.જે.05 એ.ઝેડ.6418ના ચાલકે ચીખલી તરફથી આવતા ટ્રેઇલર ન.આર.જે.19 જી.એફ.4819ના ચાલકે કાબુ ગુમાવતા બ્રેક મારતા પલટી મારી ગઈ હતી અને બસમાં પાછળ થોડી અથડાઈ હતી. આ બનાવને પગલે ટ્રેઇલરમાં ભરેલ ગુણો હાઇવે ઉપર વેરવિખેર પડી ગઈ હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here