ઉમરગામ: ઉમરગામમાં એક ચકચારી ભર્યા કિસ્સામાં પાણીપુરીની દુકાનના સંચાલક સાગર રાવલે આપઘાત કર્યો છે. આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. મૃતકના પરિવાર જનોએ આવાસ ફાઇનાન્સ લિમિટેડ નામની બેંક સામે ગંભીર આરોપો લગાવ્યા છે. સાગર રાવલે પોતાની દુકાન મોર્ગેજ કરીને આવાસ ફાઇનાન્સ લિમિટેડમાંથી લોન લીધી હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર પરિવારના આરોપ મુજબ, લોનનો એક હપ્તો ચૂકવવામાં મોડું થતાં બેંક કર્મચારીઓએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. આ દબાણથી કંટાળીને સાગરે આપઘાત કર્યો હોવાનું પરિવારે જણાવ્યું છે. શનિવારે મૃતકના પરિવારજનોએ બેંક ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મૃતકની માતાએ આક્રંદ કરતા કહ્યું કે તેઓ બેંકને બમણા પૈસા આપવા તૈયાર છે, પણ તેમનો દીકરો પાછો આપી દે.

પરિવારે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં બેંકના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. બેંકના કર્મચારીઓની પઠાણી ઉઘરાણી અને દબાણની તપાસ કરવામાં આવી રહી છે.  આ ઘટનાએ નાણાકીય સંસ્થાઓની વસસુલી પદ્ધતિ સામે પણ સવાલો ઉભા કર્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here