વલસાડ: વલસાડના મરલા ગામે આવેલી નવ નિર્માણ છાત્રાલય વિદ્યાલયનો એક વિદ્યાર્થી નાળિયેરીના ઝાડ પર ચઢવા જતાં અચાનક નીચે પટકાઇ ગયો હતો. જેને લઇ ગંભીર ઇજા પહોંચતાં તેનું મોત થતાં ગામમાં ગમગીની પ્રસરી ગઇ હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર વલસાડના મરલા ખાતે નવનિર્માણ છાત્રાલયમાં રહેતો 17 વર્ષીય વિદ્યાર્થી રોહિત કાળુ ખાને તેના મિત્રક્ષ હીરામણ ભાવુભાઈ પ્રધાન સાથે છાત્રાલયના પરિસરમાં એક નાળિયેરીના ઝાડ ઉપરથી નાળિયેર પાડવા ચઢી રહ્યો હતો. તે વખતે અચાનક તેનો પગ લીસા ઝાડ પરથી સરકી જતાં તે નીચે જમીન પર પટકાયો હતો. પરિણામે શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતાં છાત્રાલયના મોનિટર ભરત મનસુ ગોંડેએ ગૃહપતિ હસમુખ ગાવિતને જાણ કરી હતી.

બાદમાં ટ્રસ્ટી યોગશકુમાર પટેલેને પણ ઘટનાથી અવગત કરાતાં તેઓએ તાત્કાલિક 108ને ફોન કરતા 108 એમ્બ્યુલન્સની ટીમ આવી તપાસ કરતાં રોહિતને બેહોશીની હાલતમાં ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં વધુ ચેક કરતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here