વાંસદા: વાંસદા તાલુકામાં જિલ્લા પંચાયત હસ્તે લોકોને શુદ્ધ પાણી જેવી સુવિધા પુરી પાડવાના હેતુથી 2021-22 માં લાખોના ખર્ચે નગરના મુખ્ય મથક ગાંધી-મેદાન સામે વોટર એટીએમ મુકાયું હતું. તંત્રની જાળવણીના અભાવે વોટર એટીએમ બે વર્ષથી ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યું છે. જિલ્લા પંચાયત દ્વારા શરૂ કરાયેલો શુદ્ધ પાણી પ્રોજેક્ટ હાલ ધૂળ ખાઈ રહ્યો છે. વાંસદાના હાટ-બજારમાં શુક્રવારે આવતી સામન્ય પ્રજા સહિત નગરજનોને શુદ્ધ પીવાનું પાણી મળીખાઈ રહ્યો છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર વાંસદાના હાટ-બજારમાં શુક્રવારે આવતી સામન્ય પ્રજા સહિત નગરજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ગાંધી-મેદાન સામે આવેલ ગાર્ડનની બાજુમાં મુકેલ વોટર- એટીએમમાં કોઈન નાખતાં જ મશીનમાંથી પાણી મળી રહે. આ વોટર-એટીએમનું તંત્રના પાપે શુદ્ધ પાણીના પ્રોજેકટનું બાળ મરણ થયું છે. હાલ આ વોટર એટીએમ મેઈન્ટેનન્સના અભાવે બંધ હાલતમાં રહેતા વોટર પ્રોજેક્ટ ધૂળ ખાઈ રહ્યો છે. ધાર્મિક અને પ્રવાસન સ્થળો જેવા કે ભીનાર જાનકીવન, ઉનાઈ માતાજી મંદિર, અજમલગઢ સહિત જેવા વિસ્તારો આવતા સહેલાણીઓ સહિત જાહેર જનતા માટે શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે જિ.પં.ના પ્રોજેક્ટમાંથી રૂ. 4.99 લાખની કિંમતના બે એટીએમ વોટર મશીન મુકાયા છે પરંતુ તે છેલ્લા લાંબા સમયથી બંધ હાલતમાં છે. હાલ તંત્રના પાપે લોકોને પીવા માટે શુદ્ધ પાણી નહીં મળતા ફાંફા મારવા પડી રહ્યાં છે ત્યારે પ્રજાના રૂપિયાનો આ પ્રકારે થતો વ્યય અટકાવવા માંગ ઉઠી છે.
જાહેર સ્થળો પર પ્રજાને પીવાના પાણીની સમસ્યાને પહોંચી વળવા સરકાર દ્વારા ડિજિટલ ATM મૂકી એક રૂપિયા જેવી નજીવી કિંમતે પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ હેતુ થી પ્રજાના ટેક્સના લાખો-કરોડો રૂપિયાનો પ્રોજેકટ શરૂ કરાયો હતો. જેમાં ડિજીટલ વોટર ATM મૂકી એજન્સીઓ લાખો કમાઈ પરંતુ નપાણીયા તંત્રની જાળવણીના અભાવે ATM ધૂળ ખાઈ રહ્યા છે. જેને લઈ ઉચ્ચસ્તરીય તપાસ થાય અને સરકારના રૂપિયા વેડફવા બદલ જવાબદાર સામે કાર્યવાહી થાય એવી લોકમાંગ ઉઠી છે

