સુરત: સુરતમાં ઉનાળાની શરૂઆતમાં રોગચાળામાં વધારો થયો છે. માર્ચમાં 1000 જેટલા દર્દીઓ નોંધાયા છે જેમાં SMCના આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને લોકોના ઘરોમાં પણ તપાસ કરવામા આવી રહી છે. દરેક ઝોન માટે રેપિડ એક્શન ટીમ બનાવાઇ છે તો દર્દીઓને તાત્કાલીક સારવાર મળે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગત વર્ષે માર્ચ મહિનામાં 1200 જેટલા કેસો નોંધાયા હતા આ વર્ષે માર્ચ મહિનામાં આજ દિન સુધી 1000 જેટલા કેસો નોંધાયા.

Decision News ને મળેલી માહિતી અનુસાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઇંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઇંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્પતિ વધી જાય છે.

વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ. ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here