ભરૂચ: ભરૂચમાં ચકચારી ઘટના સામે આવી છે. દુધધારા ડેરીથી ભોલાવ GIDC તરફ જતી ગટરમાંથી માનવ શરીરના બે ભાગ મળી આવ્યા છે. ગઈકાલે સાંજે પ્રથમ ગળાનો ભાગ મળ્યો હતો. જ્યારે આજે રવિવારે તે જ વિસ્તારમાંથી કમરથી ઘૂંટણ સુધીનો બીજો ભાગ મળી આવ્યો છે.

Decision News ને મળેલી માહિતી અનુસા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે આ અંગે સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહના ભાગને બહાર કઢાવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ડીવાયએસપી સી.કે. પટેલ સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે.

આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. મૃતદેહના બાકીના ભાગોની શોધખોળ ચાલુ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે એકત્ર થયા હતા. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here