અંકલેશ્વર: અંકલેશ્વરના કોસમડી ગામ નજીક દર શનિવારે ભરાતા હાટ બજારે વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી કરી છે. આ બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે. વેપારીઓ આડેધડ પાર્કિંગ કરે છે. લારીઓ અને ગલ્લાઓ મુખ્ય માર્ગને અડીને ઊભા રહે છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર ગઈકાલે પણ હાટ બજારના કારણે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અગાઉ ટ્રાફિક જામ અને ગંદકીના મુદ્દે અંકલેશ્વર મામલતદારે હાટ બજાર બંધ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ વેપારીઓની રજૂઆત બાદ બે શરતો સાથે મંજૂરી આપી હતી. આ શરતો હતી – ટ્રાફિકને અડચણ ન થવી જોઈએ અને સાફ-સફાઈ જળવાવી જોઈએ.

હાલ આ શરતોનું પાલન થતું નથી. સાંજના સમયે ભારે ટ્રાફિક જામ થાય છે. વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકોની માંગ છે કે હાટબજારના સંચાલકો અને તંત્ર આ સમસ્યાનું નિરાકરણ લાવે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here