વાંસદા: વાંસદા તાલુકાના નવતાડ ગામેથી ખાંભલા થઇ મહારાષ્ટ્ર તરફ જતા રસ્તા વચ્ચે ખાડાઓ પડી જતા વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. આ રસ્તો મહારાષ્ટ્ર તરફ જવા નજીકનો હોવાથી આ રસ્તાનો વાહનચાલકો વધુ ઉપયોગ કરતા આવ્યા છે. આ રસ્તો છેલ્લા ઘણાં સમયથી બિસ્માર હોવા છતાં વહીવટી તંત્રનો પેટનું પાણી પણ હાલતું નથી.વહેલી તકે આ રસ્તાની કામગીરી શરૂ કરી લોકોનેપડતી હાલાકી દૂર કરે એવી માંગ ઉઠી છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર વાંસદા તાલુકાના નવતાડ નેશનલ પાર્ક સામેથી નીકળતો અને ખાંભલા થઈ મહારાષ્ટ્રને જોડતો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે. આ રસ્તા પર ઠેર ઠરે ખાડાઓ પડી ગયા છે. અહીંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મસમોટા ખાડાઓને લઈ વાહન બગડવાના તેમજ ચાલકો ખાડાઓને લઈ પડી જવાના બનાવો પણ બની રહ્યાં છે. અંદાજિત 2 કિલોમીટર સુધીનો રસ્તો એટલી હદે ખરાબ છે કે વાહન ચાલકો નો ઠીક પણ પગપાળા જનારા લોકો માટે લોખંડના ચણા ચાવવા બરાબર છે. સ્થાનિક રાજકારણીઓ આગળ આવી આ રસ્તાની કામગીરી કરાવી લોકભોગ્ય બનાવે એવી વાહનચાલકો માગ કરી રહ્યાં છે.

હાલમાં રસ્તાનું નવિનીકરણ કરવું જરૂરી નવતાડથી ખાંભલા તરફ જતો રસ્તો એટલી હદે ખરાબ છે કે વાહન ચાલકોના વાહન બગડવાના બનાવો બની રહ્યાં છે. આ સાથે સમયનો બગાડ પણ થઈ રહ્યો છે. વહેલી તકે આ રસ્તાનું નવિનીકરણ કરાય એ જરૂરી છે.