ઉમરગામ: ધોડીપાડા સાંસ્કૃતિક હોલમાં શનિવારે ધારાસભ્ય રમણ પાટકરની અધ્યક્ષતામાં પાણી પુરવઠા વિભાગ દક્ષિણ ઝોન સુરતના નાયબ કાર્યપાલક ઇજનેર ડી.એન. પરમારની ઉપસ્થિતિમાં ઉમરગામ તાલુકાના સરપંચો, માજીસરપંચો, તા.પં. સભ્યો સાથે બેઠકનું આયોજન કરાયુ હતું જેમાં તાલુકામાં પાણી પુરવઠા વિભાગની કામગીરી સંદર્ભે અનેક ફરિયાદો ઉઠી હતી તો ખુદ ધારાસભ્યએ પણ તેમના ગામમાં પણ પાણી આવતું ન હોવાનો સૂર પુરાવ્યો હતો ઉ

Decision News ને મળેલી માહિતી અનુસા ઉમરગામ તાલુકામાં એક દાયકા પહેલા 40 કરોડના ખર્ચે 40 ગામ જુથ પાણી પુરવઠા યોજના અમલમાં મૂકવામાં આવી હતી જેની કામગીરી પૂર્ણ થવાની સાથે જ મહત્તમ મુખ્ય માર્ગોના વાયંડનીગ કામગીરી તેમજ યોજના પૂર્ણ થયા બાદ સંચાલન અને નિભાવણીના અભાવે સમગ્ર યોજનાનું બાળમરણ થવા પામ્યું હતું. ત્યારે  દરેક ગામમાં ફિલ્ટર પાણી પહોંચાડવા માટે 100કરોડથી વધુની યોજના હેઠળ કામ કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધી અલગ અલગ ગામમાં 53 ટાંકી બનાવવામાં આવી જેને અન્ય ટાંકીઓ સાથે ઇન્ટરલિંગ કરી પાણી વિતરણનું આયોજન છે.પરંતુ એજન્સીએ પાણી પુરવઠા દ્વારા સોંપવામાં આવેલી કામગીરી અધૂરી છોડી દીધી છે.

તેમજ પાણીનો મૂળ સ્ત્રોત સક્રિય ન કરતા ગામડાઓમાં બનેલા ભૂગર્ભટાંકા સુધી પાણી પહોંચાડવામાં પાણી પુરવ પુરવઠા વિભાગ નિષ્ફળ રહ્યું છે. માત્ર કાગળ ઉપર કામગીરી ચીતરી સંતોષ માની રહ્યા છે. શનિવારે ઉમરગામ તાલુકામાં જુથ પાણી પુરવઠા યોજનાની કામગીરીની ફરિયાદોને લઇ બોલાવેલી બેઠકમાં ખુદ ધારાસભ્યએ અધિકારીને જણાવ્યું હતું કે હાલે તેમના ધોડીપાડા ગામના સરપંચ પદે તેમની પુત્રવધુ હોવા છતાં ગામમાં પાણી મળતું નથી, વારંવાર ટાંકીઓ બને છે અને જર્જરી થાય છે એને તોડી પાડીને ફરી નવી બનાવવામાં આવે છે ત્રણ વર્ષ પહેલા નિર્માણ કરવામાં આવેલ ટાંકીની અંદર પાણી આવતું નથી


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here