ઝઘડિયા: સામાન્ય ર્ટે એકબીજાની સામ સામે નિવેદન આપતાં ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા ઝઘડિયા તાલુકામાં આવેલ GIDC સ્થિત બ્રિટાનિયા કંપનીના 10-15 વર્ષ જૂના કામદારોની પગાર વધારાની હડતાળને લઈ સપોર્ટ માં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે

Decision news ને મળેલી માહિતી મુજબ ઝઘડિયા ખાતે આવેલ મેગા GIDC સ્ટેટ માં બ્રિટાનિયા કંપનીમાં 10-15 વર્ષ થી કાયમી ધોરણે કામ કરતા કામદારોએ વારંવાર કંપની મેનેજમેન્ટ ને મેડિકલ સહિત પગાર વધારા મુદ્દે રજૂઆત રજુઆત કરવામાં આવી હતી પરંતુ કંપની મેનેજમેન્ટ દ્વારા આ બાબતે કોઈ જ ધ્યાન આપવામાં આવતું ન હતું અને આંખ આડા કાન કરી લીધો હતો અને કંપનીમાં કાયમી ધોરણે કામ કરતા કામદારોનું શોષણ કરવામાં આવતું હતું. જેના પગલે નાછૂટકે કામદારોએ હડતાળ નો માર્ગ અપનાવ્યો હતો અને છેલ્લા સાત દિવસથી ધરણા પર બેઠા છે. જેમાં કામદારોની મુખ્ય બે જ માંગ (૧) બેઝિક પગાર વધારો (૨) મેડિકલ

પ્રાપ્ત વિગત અનુસાર હાલમાં કાયમી ધોરણે કામ કરતા કામદારોને ૧૦,૮૦૦ જેટલો પગાર ચૂકવવામાં આવે છે તો તેમાં સરકારી ધારાધોરણો મુજબ વધારો કરવામાં આવે અને મેડિકલ માં બે લાખ ની પોલીસી અંતર્ગત પતિપત્ની અને બે બાળકો નો સમાવેશ છે તેની જગ્યાએ પાંચ લાખની મેડિકલ પોલીસી કરવામાં અને કામદારો ના માતાપિતા સહિત આખા પરિવારનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જે બાબતે હડતાળ પર બેઠેલા કામદારોએ ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવાનો પણ સંપર્ક કર્યો હતો અને ન્યાય અપાવવા દાદ માગી હતી પરંતુ હાલ વિધાનસભા સત્ર અને લોકસભા સત્ર ચાલતું હોવાથી જે તે સમયે મુલાકાત કરી શક્યા ન હતા અને સત્ર પુરૂ થતાં જ ગતરોજ ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા કામદારોના હડતાળ સ્થળે પહોંચી ગયા હતા અને કામદારોની સાથે ચર્ચા કરી હતી તેમના પ્રશ્નોનું ઝડપથી યોગ્ય નિરાકરણ આવે તે માટે કલેકટર ભરૂચ ને ટેલિફોનીક વાતચીત કરી હતી તથા બ્રિટાનિયા કંપની મેનેજમેન્ટ સાથે બેઠક યોજી સત્વરે ઉકેલ લાવવા જણાવ્યું હતું અને હડતાળ પર બેઠેલા કામદારોને ન્યાય અપાવવાની પુરેપુરી ખાત્રી આપી હતી.