રાજપીપળા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ટાંકા ગામના બસ સ્ટેન્ડ પાસે એક પૂરપાટ જતી બાઇક ઝાડ સાથે ભટકાતા બાઇક ચાલક નું ગંભીર ઇજા થતા મોત થયું છે. તિલકવાડા ના આમલીયા (બુજેઠા) ગામે રહેતા શંકર સોમા બારીયાએ  ફરિયાદ કરી હતી.

Decision News ને મળેલી જાણકારી મુજબ  35 વર્ષીય  દીલીપ શંકર બારીયા પોતાની બાઇક લઈને કરનાળી ગામે નર્મદા નદીમાં નાહવા માટે ગયેલ અને નાહીને પરત ઘરે આવતો હતો. તે વખતે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામા તેની બાઇક લઇને પરત આવી રહયો હતો. પુરઝડપે આવતી બાઇક ટાંકા ગામના બસ સ્ટેન્ડ પાસે સમળાના વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઇ હતી.

જેમાં દિલીપને ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ તેનું મોત થયું હતું. બનાવ સંદર્ભમાં તિલકવાડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નર્મદા જિલ્લામાં બાઇક ચાલકો પુરપાટ ઝડપે બાઇક હંકારી રહયો.