સુરત: સુરતના બમરોલી રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. કારચાલક બમરોલી રોડ પર બાઈક પર સવાર મામા-ભાણેજને અડફેટે લઈ ભાગી છૂટ્યો હતો. અકસ્માતમાં રામકથા સાંભળીને આવી રહેલા મામા ભાણેજને ઈજા પહોંચી હતી. ત્યારે લોકોના ટોળાએ અડધો કિમી દૂર પીછો ભાગી છૂટેલા કારચાલકને ઝડપી પાડયો હતો અને મેથીપાક આપ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપીની અટકાયત કરી હતી. હાલ પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ સુરત શહેરમાં વેગેનઆર (નં. GJ 05 JK 1028)ના ચાલકે બાઈક પર જઈ રહેલા મામા-ભાણેજને ટક્કર મારી હતી. જેના કારણે ત્રણેય લોકો રોડ પર પટકાયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા. જોકે, બાળકી ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.આ ઘટનામાં હર્ષદ પ્રહલાદભાઈ પટેલ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. તેઓએ જણાવ્યું છે કે, તેમના ભાઈ સનીકુમાર નટવરભાઈ પટેલ અને ભાણેજ 8 વર્ષની નિત્યા પ્રિયંક પટેલને ઈજા પહોંચી હતી. મામા-ભાણેજ છે.

અકસ્માત તીરુપતિથી અલથાણ જતાં ખાડી બ્રિજ પાસે થયો હતો, જ્યાં ઈજા પામનાર પરિવાર રામકથામાં હાજરી આપીને અલથાણ જઈ રહ્યો હતો. તે દરમિયાન વેગેનાર GJ-05-JK-1028 ના કારચાલક અવધેશ બ્રીજલાલ કુસવાહે તેમની બાઈકને અડફેટે લીધી હતી. આરોપી પાર્લેપોઇન્ટ, સુરતનો રહેવાસી છે.આ અકસ્માત બાદ કારચાલક ત્યાં ઉભો રહેવાની જગ્યાએ ફૂલ સ્પીડમાં કાર લઈને ભાગી છૂટ્યો હતો.

ઘટનાસ્થળે હાજર લોકોએ તરત જ તેનો પીછો કર્યો અને લગભગ અડધો કિલોમીટર સુધી પીછો કરી તેને અલથાણ વીઆઇપી રોડ પરથી પકડી પાડયો હતો. લોકોએ કારચાલકને મેથીપાક આપ્યો હતો અને પોલીસને જાણ પણ કરી હતી.અલથાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જોકે અકસ્માત પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં થયો હોવાથી પાંડેસરા પોલીસને આરોપી સોંપી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઇવનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here