નવસારી: નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (NDCA)એ નવસારી પ્રીમિયર લીગ (NPL)નો પ્રારંભ કર્યો છે. આઠ વર્ષના લાંબા વિરામ બાદ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લાના ક્રિકેટ રસિક યુવાનોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવાના હેતુથી આ લીગનું આયોજન કરાયું છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ નવસારી જિલ્લાની 8 ટીમો ભાગ લઈ રહી છે. NDCAમાં નોંધાયેલા 120 ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં પોતાનું કૌશલ્ય બતાવશે .લૂંસીકુઇ મેદાન ખાતે યોજાયેલી ઉદ્ઘાટન સમારોહમાં બરોડા ક્રિકેટ એસોસિએશનના સભ્ય અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર નયન મોંઘીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે બોલિવૂડ અભિનેતા રાહુલ રોય પણ હાજરી આપવાના છે. આ ત્રીજી વખત નવસારીમાં આવું આયોજન થઈ રહ્યું છે. IPL સાથે સમાંતરે શરૂ થયેલી આ લીગ નવસારીના ક્રિકેટ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here