ધરમપુર: મુસ્લિમોનો વકફ સંશોધન બિલ સામે સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ પ્રસર્યો છે ત્યારે ધરમપુર તાલુકામાં રહેતા મુસ્લિમ સમાજના લોકોએ પણ શુક્રવારની નમાજ પઢી જમણા હાથ પર કાળી પટ્ટી બાંધી વકફ સંશોધન બિલ સામે તેમનો વિરોધ મુક વિરોધ દર્શાવ્યો હતો
મુસ્લિમ અગ્રણી એડવોકેટ માહમુદભાઈ બાહનાન તથા એડવોકેટ ફહીમ બાહનાન સહિતના જણાવ્યા મુજબ મુસ્લિમોની મોટી સંસ્થા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની પવિત્ર રમઝાન માસના અંતિમ શુક્રવારે વકફ બીલના વિરોધમાં જુમા-તુલ-વિદાના દીને હાથ ઉપર કાળી પટ્ટી બાંધી મસ્જીદમાં આવી મૌન પ્રદર્શન કરવાની અપીલને લઈ મુસ્લિમ બિરાદરોએ શાંતિપૂર્ણ રીતે કાળી પટ્ટી બાંધી મુક વિરોધ દર્શાવ્યો હતો.
વિરોધ દરમિયાન આ બિલ પસાર ન થાય એવી લાગણી વ્યકત કરી હતી. નગરની મિનારા મસ્જીદ, જુમ્મા મસ્જીદ તથા કુબા ઈબાદત ખાના અને મહમંદી ઇબાદત ખાનામાં શુક્રવારની નમાઝ પઢવા આવનારા મુસ્લિમ બિરાદરોએ મૌન સાથે કાળી પટ્ટી ધારણ કરી હતી.

