ઉમરગામ: વલસાડના ઉમરગામ તાલુકામાંથી વિદ્યાર્થીઓની સલામતીને જોખમમાં મૂકતો દૃશ્યો સામે આવ્યો છે. દૃશ્યોમાં શાળાના વિદ્યાર્થીઓને ખુલ્લી પિકઅપ વાનમાં ખીચોખીચ ભરીને લઈ જવામાં આવી રહ્યા છે. શિક્ષણ વિભાગના નિયમો મુજબ વિદ્યાર્થીઓને માત્ર ST બસ અથવા ખાનગી બસમાં જ લઈ જવાના હોય છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ગ્રામીણ વિસ્તારમાંથી શહેરની શાળાઓ સુધી પહોંચવા માટે યોગ્ય વાહન વ્યવસ્થાનો અભાવ છે.ઉમરગામની શાળાના શિક્ષકો વિભાગના પરિપત્રની અવગણના કરી રહ્યા છે. તેઓ વિદ્યાર્થીઓને અસુરક્ષિત રીતે ખુલ્લી પિકઅપમાં લઈ જઈ રહ્યા છે.

આ પ્રકારની જોખમી મુસાફરીના દૃશ્યો અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. દૃશ્યો સામે આવતા શિક્ષણ વિભાગની કાર્યપ્રણાલી સામે પ્રશ્નો ઉઠયો છે. બાળકોની સુરક્ષા સાથે થઈ રહેલી આ બેદરકારીને કારણે વાલીઓમાં રોષ ફેલાયો છે. વાલીઓએ શિક્ષણ વિભાગ પાસે આ મામલે કડક પગલાં લેવાની માંગ કરી છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here