ચીખલી: ગતરોજ નવસારીના ચીખલી ખાતે આવેલી કાવેરી સુગર મિલને લઈને આદિવાસી સમાજ અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા રસ્તા પર ઉતરી આંદોલન કરવાની સરકારને આપ ચિમકી આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી છે.

Decision news ને મળેલી માહિતી મુજબ ચીખલી ખાતે કાવેરી સુગર મીલ છે ત્યારે આદિવાસી ખેડૂતોને એવું લાગ્યું હતું કે શેરડીની મિલમાં જશે તો તેમણે ભાવ સારો મળશે. પરંતુ જ્યાં શેર ફાળો આપવાની વાત હતી પરંતુ તેના બદલામાં એક રૂપિયો આપ્યો નથી. રૂપિયા આપવાની વાત દૂર પરંતુ હાલ કાવેરી સુગર મિલની મિલકતની હરાજી કરવામાં આવી રહી છે.

આ બાબતે સુગર મિલનું વહીવટી તંત્ર દ્વારા પણ કોઈ પ્રકારનો યોગ્ય જવાબ અપવામાં નથી આવી રહ્યો. કાવેરી સુગર મિલમાં અમારી સાથે અન્યાય થયો છે. આદિવાસી સમાજના હક્ક છીનવવામાં આવ્યા છે. આ મુદે અમે આવનાર દિવસોમાં રસ્તાઓ પર ઉતરી આંદોલન કરીશું. અનંત પટેલ ( ધારાસભ્ય વાંસદા-ચીખલી)


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here