ધરમપુર: આદિવાસી સમાજ કોકણા, કોકણી,કુકણા અને કુનબી(ડાંગ) સમુદાયોનું બીજુ રાષ્ટ્રીય વૈચારિક સાંસ્કૃતિક મહાસંમેલન તા. 27-4-2025 ના રોજ જ્વ્હાર, પાલધર, સેલવાસા ખાતે આયોજન કરવામાં આવનાર છે. જેની બેઠક આવતીકાલે ધરમપુર BRC ભવનમાં કોકણા,કોકણી,કુકણા અને કુનબી સમાજના બીજા રાષ્ટ્રીય વૈચારિક સાંસ્કૃતિક મહાસંમેલન મુદ્દે યોજાશે.
Decision News ને મળેલી જાણકારી મુજબ આપણા કોકણી, કુનબી સમાજ નવસારી,વલસાડ, ડાંગ,તાપી,સુરત જિલ્લાની ટીમ કાર્યક્રમ મા ભાગીદારી લેવા કમર કસી રહી છે. તેમા આપણા, વાંસદા, ચીખલી, ખેરગામ, ગણદેવી -બીલીમોરા, કપરાડા ધરમપુર, વ્યારા ડોલવણ, સોનગઢ,વાલોડ કોકણી,કુકણા કુનબી સમાજ ના દરેક ગામ, કુટુંબ અને ઘર પરિવાર માંથી વધુમાં વધુ લોકો ભાગ લે તેવી અપીલ છે.
આ ટીમ આ વખતે ઉપરોક્ત તમામ તાલુકાના દરેક ગામ સુધી આ કાર્યક્રમ ના પ્રચાર માટે આયોજન કરી રહી છે. તેમા આપ સૌ સહકાર આપશો એવી નમ્ર અપીલ છે. જે અંતર્ગત તા 30-3-2025ના રોજ ધરમપુર BRC ભવન ખાતે મિટિંગમાં પધારવા હાર્દિક આમંત્રણ છે.

