ધરમપુર: મોંઘવારીના માર વચ્ચે પીસાતી સામાન્ય લોકો પર વધુ એક માર પડ્યો છે. કારણ કે સામાન્ય નાગરિકો માટે હવે બસમાં મુસાફરી કરવા માટે રાતો રાત રાજ્યના એસટી બસના ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં નિર્ણય લઈ લેવામાં આવ્યો છે.

ઉલ્લ્ખેનીય છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા બસના ભાડામાં 10% નો વધારો કરવામાં આવ્યો છે. GSRTCએ કરી જાહેરાત કરી છે કે આ વધારો આજે રાત્રે એટલે 29 માર્ચ 2025થી જ લાગુ પાડી દેવાની વાત કરી છે ત્યારે ધરમપુર તાલુકા વિસ્તારમાં બસમાં મુસાફરી કરતાં મુસાફરોમાં આ નિર્ણયને લઈને વિરોધના સૂર જોવા મળી રહ્યા છે

ગુજરાત ST વિભાગ દ્વારા જણાવાયું છે કે, નિગમની તમામ સર્વિસોના મુસાફર ભાડામાં ફેરફાર કરવાની સત્તા એનાયત હતી, જે અનુસંધાને વર્ષ 2014 બાદ વર્ષ 2023માં એટલે કે 10 વર્ષ બાદ 18% જેટલો ભાડા વધારો કરવાનો થતો હતો, પરંતુ મુસાફરોને એકી સાથે ભારણ ન પડે તે ધ્યાને લઈ તબ્બકાવાર ભાડા વધારોનો નિર્ણય કર્યો હતો. જે પૈકી 1 ઓગસ્ટ 2023 ના રોજ 25% ભાડા વધારાનો અમલ કરવામાં આવ્યો છે.