ભરૂચ: ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ખાતેથી પસાર થતી નર્મદા નદીના તટે આવેલ ધોર ચરણ સર્વે નંબર 899 માં હાલમાં ગેરકાયદેસર રીતે રેતી માફિયાઓ દ્વારા મોટાપાયે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે જેને લઇને ગામના ઉપસરપંચ પંકજ વસાવા અને ગ્રામજનો દ્વારા જનતા રેડ કરી બંધ કરવામાં આવ્યું હતું અને જે બાબતે ઉપસરપંચ અને ગ્રામજનોએ ભરૂચ મામલતદાર અને ખાણખનીજ ભૂસ્તર વિભાગ ભરૂચ રૂબરૂ મળીને લેખિત તથા મૌખિક રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી. જેના અનુસંધાને મામલતદાર ભરૂચ અને ખાણખનીજ ભૂસ્તર વિભાગ ભરૂચની ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી તેમ છતાં પણ ધોર ચરણમાં પર્યાવરણની મંજૂરી વિના ચાલી રહેલા રેતી ખનન પર કોઈ જ કાર્યવાહી કરવામાં નહિ આવતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર મંગલેશ્વરના ધોરચરણ રિ.સ.નં899 ક્ષેત્રફળ. 99-42-39વાળી જમીનમાં રેતી ખનનના વિવાદ અંગે વાત કરવામાં આવે તો તારીખ10-12-2021 ના રોજ મે. નાયબ કલેકટર ભરૂચ દ્વારા રિ.સ.નં899 ક્ષેત્રફળ. 99-42-39 વાળી જમીનમાં કબજેદાર કોલમમાં ધોરચરણ જગ્યાએ પો.ખ. નદીનાળાં તરીકે દાખલ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. જેના વિરુદ્ધ માં અરજદાર દેવેન્દ્ર સિંહ ચંદ્રસિંહ પરમાર દ્વારા જીલ્લા કલેકટર તુષાર સુમેરા સમક્ષ રિપીટીશન દાખલ કરવામાં હતી જેમાં જીલ્લા કલેકટર તુષાર સુમેરાએ તા.6-12-2024 ના રોજ હુકમ ક્રમાંક ભુમી/શરતભંગ/અપીલ નં 4687 4690 થી મોજે મંગલેશ્વર તા.જી. ભરૂચના રિ.સ.નં 899 ક્ષેત્રફળ 99-42-37 વાળી ધોરચરણ જગ્યાએ પો.ખ. નદીનાળાં તરીકેનો સુધારો કરતો નાયબ કલેકટર ભરૂચના તા 10-12-2021 નો હુકમ ક્રમાંક ભુમી/વશી/5736/2021 ને રદ કર્યો હતો અને ફેર નિર્ણય કરવા નાયબ કલેકટર ભરૂચ ને રિમાન્ડ કરવા જણાવ્યું હતું.

ત્યારે પ્રશ્ન અહિયાં એ ઉપસ્થિત થાય છે કે મામલતદાર ભરૂચ અને ખાણખનીજ ભૂસ્તર વિભાગ દ્વારા સ્થળ મુલાકાત દરમિયાન શું ચકાસણી કરી?કેમકે? હાલમાં ચાલતી રેતની લીઝો મંગલેશ્વર તા.જી. ભરૂચના રિ.સ.નં ૮૯૯ ક્ષેત્રફળ. 99-42-37 વાળી જગ્યાએ આવતી હોય અને ગુજરાત સરકાર દ્વારા ગૌચરણ જમીન પરના દબાણો દૂર કરવા અને તેના સંવર્ધન તથા જમીનના વ્યવસ્થાપનની નિતી માટે તા.1-4-1015 ના ઠરાવ ક્રમાંક જમીન 3931/3194/ગ પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે આ અંતર્ગત કલેકટરથી માંડીને મામલતદાર સહિતના અધિકારીઓ આવતા હોય, તેમછતાં પણ મોજે મંગલેશ્વર તા.જી. ભરૂચના નર્મદાના પટમાં આવેલ રિ.સ.નં899 ક્ષેત્રફળ. 99-42-37 વાળી જગ્યામાં રેતીની લીઝો પર્યાવરણ પરમિશન વગર ચાલી રહી છે અને જે અંગે કોઈ પણ જાતની કાર્યવાહી ન થતાં મામલતદાર ભરૂચ અને ખાણખનીજ ભૂસ્તર વિભાગ ના અધિકારીઓ પર શંકા ઉપજાવે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here