વાપી: વાપી મહાનગરપાલિકા દ્વારા કચીગામ રોહિતવાસ રોડનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ રોડ હનુમાન મંદિરથી કચીગામ બોર્ડરને જોડે છે. કામગીરી 28 માર્ચ શુક્રવારથી બે તબક્કામાં શરૂ થશે.
Decision News ને મળેલી માહિતી અનુસાર પ્રથમ તબક્કામાં હનુમાન મંદિરથી જનસેવા હોસ્પિટલ થઈને મહારાણા પ્રતાપ સર્કલ સુધીનું કામ હાથ ધરાશે. આ માર્ગ 30 દિવસ સુધી બંધ રહેશે.નાગરિકોની સુવિધા માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો આશિયના જંકશનથી ફિશ માર્કેટ થઈને વાપી બજાર રોડનો ઉપયોગ કરી શકશે.
બીજો વિકલ્પ મહારાણા પ્રતાપ સર્કલથી રોફેલ કોલેજ થઈને દેસાઈવાડ-રિંગ રોડનો છે. આ નવીનીકરણથી વાહન ચાલકોને સરળ અવરજવર મળશે. જો કે, સ્થાનિક રહીશો મહાનગરપાલિકા વિસ્તારના અન્ય ખરાબ માર્ગોનું પણ તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે.

