વ્યારા: વ્યારાના છેવાડાના વિસ્તારમાં આવેલા લખાણીથી ચીજબરડી રાણી આંબાને જોડતા માર્ગ પર ચીચ બરડી ગામની સીમમાં મુખ્ય માર્ગથી આશ્રમ ફળિયાને જોડતા બે કિ.મી. રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી જર્જરીત હોય જેને લઈને આ માર્ગનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ વાહન ચાલકો અને ગ્રામજનોની મુશ્કેલીમાં ભારે વધારો થઈ રહ્યો છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર ચોમાસા દરમિયાન આ માર્ગ પર બાળકોએ જવું ખૂબ મુશ્કેલી ભર્યું બને છે ત્યારે તંત્ર દ્વારા આવવા માટે ગંભીરતા દાખવી રસ્તાને તાકીદે નવીનીકરણ કરાવે એ જરૂરી છે. વ્યારાના ચીચબરડી ગામની સીમમાં પસાર થતા મુખ્ય માર્ગથી કિમી દૂર વ્યારા તાલુકા આદિવાસી સંઘ બાલપુર સંચાલિત આશ્રમશાળા આવેલી છે. જેમાં અંદાજિત 300થી વધુ બાળકો અભ્યાસ છે. ત્યાં અન્ય ફળિયા પણ આવેલા છે.

આ માર્ગને છેલ્લા કેટલા સમયથી નવીનીકરણ ન કરાતા આ માર્ગ ધૂળિયો બની ગયો છે. ઉબડ ખાબડ માર્ગને આ માર્ગનો ઉપયોગ કરતા બાળકો, વાહન ચાલકો અને ગ્રામજનો ભારે મુસીબતનો સામનો કરી રહ્યો છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન આ માર્ગ કીચડ વાળો થઈ જતા માર્ગ પર શાળામાં ભોજન લઈ જવું તેમજ ગ્રામજનો એ અવરજવર કરવા માટે ભારે હાલાકીના સામનો કરવો પડે છે. ત્યારે તંત્ર દ્વારા આવવા માટે ગંભીરતા દાખવી અને આ બે કિમીનો માર્ગ તાત્કાલિક નવીનીકરણ કરે એ જરૂરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here