ગુજરાત: ગુજરાતના વિધાનસભામાં ન બોલાવતા વિક્રમ ઠાકારે નારાજગી વ્યક્ત કરી હતી જે બાદ આપતા આ વિવાદ વકર્યો હતો. આમ સરકાર ભીંસમાં આવી ત્યારે ગુજરાતના લગભગ 200 થી વધુ કલાકારોને વિધાનસભામાં બોલાવીને આ મામલાને શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ વિધાનસભામાં નવો વિવાદ સર્જાયો છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ વિધાનસભામાં આદિવાસી સમાજના કલાકારોને ન બોલાવવા અંગે આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા નારાજ થયા છે.આ મામલે ચૈતર વસાવાએ જણાવ્યું કે, ગુજરાત વિધાનસભામાં સૌરાષ્ટ્ર સહિતના લોકસાહિત્યકારોને બોલાવવામાં આવ્યા હતા. ત્યારે ઉત્તર ગુજરાતના કલાકારો સહિત વિક્રમ ઠાકોરે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આ ત્રણ તબક્કા દરમિયાન સરકારે એક પણ આદિવાસી કલાકારને આમંત્રિત નહીં કરીને વિધાનસભાના અધ્યક્ષે આદિવાસી સમાજ પ્રત્યેની તેમની માનસિકતા છતી કરી છે.

અમને વિધાનસભાના અધ્યક્ષ પાસે અપેક્ષા ન હતી. આટલા બધા કલાકારોને આમંત્રિત કર્યાં તો 10 કે 15 આદિવાસી કલાકારોને આમંત્રિત કર્યાં હોત તો અમને સારુ લાગતુ પરંતુ આ કલાકારોને આમંત્રિત નથી કર્યા તેનાથી અમને ખુબ થય છે.