વલસાડ: સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડ ના સૌજન્યથી નિર્મિત ગ્રામ પંચાયત ખારવેલ તથા Rainbow warrior’s ધરમપુર સંચાલિત સાકાર વાંચન કુટીર ખારવેલનો બીજો સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી
જેનું ઉદ્દઘાટન રેખાબેન પટેલ (તા. પં સભ્ય ), રાજેશભાઈ પટેલ (સરપંચ ખારવેલ ), નિમેષભાઈ ગાંવિત (નાયબ ઓડિટર લોકલ ફંડ નવસારી), મહેશ ગરાસિયા (Rto કચેરી વલસાડ) તથા જયંતિભાઈ પટેલ શીતળ છાયડો લાઇબ્રેરી નગારિયાના હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્યું. આજના ડિજિટલ યુગમાં મોબાઈલમાં વ્યસ્ત શિક્ષિત યુવાધનને સાકાર વાંચન કુટીર દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો પૂરા પાડી વિવિઘ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન આપવામાં આવે છે. ધરમપુર તથા આસપાસના ગામોમાં કાર્યરત સાકાર વાંચન કુટીર શિક્ષિત યુવાધન માટે આશીર્વાદ રૂપ બની રહી છે. ત્યારે લાઇબ્રેરીના સ્થાપના દિનની ઉજવણી એક અનોખી પહેલ કહી શકાય.
આ પ્રસંગે નિમેષભાઈ ગાંવિત (નાયબ ઓડિટર લોકલ ફંડ નવસારી) એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સુભાષભાઈ બારોટે પોતાની આગવી શૈલીમાં વિવિધ પરીક્ષા તથા લાઇબ્રેરીના મહત્વ વિશે સમજ આપી હતી. દેવ્યાંગ ઠાકોર, હરીશભાઈ, મિતેષભાઈ , ગ્રામજનો તથા મોટી સંખ્યામાં વાચકો ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન રાજેશ પટેલ સરપંચ ખારવેલ તથા Rainbow warrior’s ધરમપુર કો.ઓ શંકર પટેલે કર્યું હતું.

