નવસારી: નવસારી જિલ્લા ટ્રાફિક ભવન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટરે શહેરના રિક્ષાચાલકો અને તેમના આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં રિક્ષાચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને શહેરીજનોની સુરક્ષા માટે શપથ લેવડાવામાં આવી હતી.પોલીસે રિક્ષાચાલકોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. બેફામ ઝડપે રિક્ષા ચલાવનાર અને મોટા અવાજે સંગીત વગાડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Decision News ને મળેલી માહિતી મુજબ રિક્ષાચાલકોએ યોગ્ય પહેરવેશમાં રહેવું ફરજિયાત છે. બરમુડા, લૂંગી કે ટૂંકી ચડ્ડી પહેરીને રિક્ષા ચલાવનાર સામે પગલાં લેવાશે.દરેક રિક્ષાચાલકે પોતાની રિક્ષાની પાછળ નામ, રિક્ષા નંબર અને મોબાઈલ નંબર દર્શાવવા ફરજિયાત છે.મુસાફરો સાથે સભ્ય વ્યવહાર કરવાનો રહેશે.
નવસારી વિજલપુર ઓટો રિક્ષા એસોસિએશનના સભ્યપદ માટે રજિસ્ટ્રેશન અને આઈકાર્ડ મેળવવા સ્ટેન્ડ પ્રમુખનો સંપર્ક કરવા જણાવાયું છે.એસોસિએશનના પ્રતિનિધિ રાકેશ પટેલે કલમ 188 અને 283 હેઠળ થતી કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે રિક્ષાચાલકોને જામીન માટે 1500થી 2000 રૂપિયાનો ખર્ચ થાય છે. ફિંગરપ્રિન્ટની પ્રક્રિયા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. એસોસિએશને રિક્ષાચાલકોને જાત જામીન પર છોડવાની માંગણી કરીછે.

