વલસાડ: વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે વિદ્યાર્થિની પર હુમલો કરવાના કેસમાં સંડોવાયેલા આરોપી મુકેશ માહ્યાભાઈ ડાવરિયાની જામીન અરજી નામંજૂર કરી છે.ઘટના 8 જાન્યુઆરી 2025ના રોજ સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ એક વિદ્યાર્થિનીને નંદકુમાર ઉર્ફે ભોલો નામનો શખ્સ સ્કૂલમાં હેરાન કરતો હતો. આ મામલે પીડિતાના પિતા નંદકુમારના મોટા ભાઈ મિથિલેશ ઉર્ફે રાજુને મળ્યા હતા.વાત આગળ વધતા મિથિલેશ, નંદકુમાર, રાકેશ જાડિયો અને મુકેશ ડાવરિયા પીડિતાના ઘરે પહોંચ્યા હતા.
ત્યાં સુબોધ રામશ્રય પાસવાન નામના યુવકને સમજાવવા જતાં મિથિલેશે લાકડાના ડંડા વડે તેના માથા પર હુમલો કર્યો હતો. સુબોધને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ નંદકુમારે તેની છાતી પર બેસીને માર માર્યો હતો.ભિલાડ પોલીસે આ કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી મુકેશ માહ્યાભાઈ ડાવરિયાએ વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. DGP અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ધ્યાનમાં લઈને એડિશનલ સેશન્સ જજ ટી.વી. આહુજાએ આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે.

