નવસારી: નવસારી જિલ્લાના પીપલગભણ ગામમાં ખેતરની હદમાં તાર ફેન્સિંગના મુદ્દે બે ખેડૂતો વચ્ચે વિવાદ સર્જાયો છે. પીપલગભણ ગામના હર્ષદ આહીરે આમધરા ગામના સંદીપ પટેલ વિરુદ્ધ ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, સંદીપ પટેલે હર્ષદ આહીરના ખેતરની હદમાં તાર ફેન્સિંગ લગાવ્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ જ્યારે હર્ષદે આ અંગે પૂછપરછ કરી ત્યારે સંદીપ એકાએક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે હર્ષદને ફેન્સિંગ પર ધક્કો મારી નીચે પાડી દીધો હતો.આ દરમિયાન હર્ષદના ડાબા હાથ અને આંગળીઓમાં ઈજા થઈ હતી.
સંદીપે હર્ષદને ઢીકા-મુક્કીનો માર મારીને ધમકી આપી હતી કે જો ફરીથી તાર-ખૂટા વિશે કંઈ પણ કહ્યું તો જાનથી મારી નાખીશ. આ ઘટના બાદ હર્ષદ ચીખલી પોલીસ મથકમાં સંદીપ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

