ડાંગ: ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આહવાના માજીરપાડા ફળિયામાં હિન્દી ભાષામાં વાત કરતા બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા સર્વે કરતા ઝડપાયા જે આરોગ્યના નામે પરિવારમાં કેટલા સભ્યો છે. અને હાલ ઘરે કોણ કોણ છે એવી રીતે આખી માહિતી એલોકો નોટમાં નોંધ કરતા હતા.ત્યારે ફળિયામાં રહેતા લોકોએ અને સભ્ય દ્વારા દ્વારા ટોપી પહેરલ વ્યકિતને પૂછવામાં આવ્યું કે તમને ક્યાં ઓફિસમાંથી સર્વે કરવા મોકલે છે તો ટોપી પહેલ વ્યક્તિ દ્વારા ફળિયાના લોકો અને સભ્ય સાથે અભદ્ર ભાષામાં વાત કરી. એવું કહેવા લાગેલ કે તમને કોઈ ખબર ની પડે તમે ચૂપ રેજો એવી રીતે ફળિયામાં લોકો સાથે વાત કરવા લાગ્યો હતો.
ત્યાર બાદ માજીરપાડાના સભ્ય મહેન્દ્રભાઈ લાવરે દ્વારા સરપંચ હરિચંદભાઈ અને હરિરામભાઈ સાવંતને ટેલિફોનિક વાત કરી જણાવવામાં આવ્યું હતું કે બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ફળિયામાં સર્વે કરવામાં આવી રહ્યો છે તો ગ્રામ પંચાયતમાં કોઈ પરમિશન માટે મંજુરી આપવામાં આવી છે. Decision News ને મળતી માહિતી મુજબ સરપંચ દ્વારા જણાવવામાં આવ્યુ કે એવી કોઈ પરમિશન આપવામાં આવી નથી.ત્યાર બાદ સરપંચ દ્વારા આરોગ્ય વિભાગના અધિકારી ડૉ હિમાંશુભાઈ ગામીત સાથે ટેલિફોનીક વાત કરી પૂછવામાં આવ્યું હતું કે તમારી પાસેથી કોઈ બહાર આવેલ બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પરમિશન આપવામાં આવી છે.
ડો હિમાંશુભાઈ ગામીત દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવા કોઈ વ્યક્તિ મારા પાસે આવ્યા નથી અને એની મને કોઈ પણ જાણ નથી.ત્યારે ડો હિમાંશુભાઈ ગામીત દ્વારા બે ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓને તપાસ માટે મોકલવામાં આવ્યા હતાત્યારે તેઓએ સર્વે કરવા આવેલ વ્યક્તિઓ પાસે માહિતી માંગી તો, એ બે વ્યકિતઓ તપાસ માટે આવેલ અધિકારીઓ સાથે પણ સરખી વાત નહીં કરી અને ત્યાંથી ભાગી ગયા હતા.ડાંગ જિલ્લામાં રહેતા તમામ લોકોને જણાવવાનું કે આવા કોઈ પણ ફ્રોડ વ્યક્તિઓ સર્વેનું નામ કહી, કાતો અન્ય કોઈ યોજનાનું નામ કહી માહિતી માગે તો એનાથી સાવધાન રહેવુ અને તરત જ ગામના સભ્ય સરપંચને જાણ કરી સ્થળ પર બોલાવી લેવું

