સુપ્રીમ કોર્ટ: કોઈ મહિલા હોટલમાં જાય અને પુરુષ સાથે સર્વસંમતિથી શારીરિક સંબંધ બાંધે તો અને પછી તે દુષ્કર્મનો આરોપ ન લગાવી શકે. એક શખ્સ સામેનો દુષ્કર્મ કેસ રદ કરી નાખતાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો જાહેર કર્યો કે કોઈ મહિલા મરજીથી પુરુષ સાથે હોટલમાં જાય અને તેની સાથે શારીરિક સંબંધ બાંધે ત તો તે દુષ્કર્મનો કેસ ન ગણાય કારણ કે અહીં સંમતિ અગત્યની છે. પુરુષ સાથે 3 વાર હોટલમાં જઈને સંબંધ બાંધ્યા બાદ મહિલાએ તેની સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી.
સુપ્રીમે કેમ ન માન્યો દુષ્કર્મનો કેસ: સુપ્રીમના જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને કે વિનોદ ચંદ્રનની બેન્ચે જણાવ્યું હતું કે પક્ષકારો વચ્ચેના સંબંધો અને હોટલના રૂમમાં વારંવાર ફરવા જવાની ઇચ્છાને ધ્યાનમાં રાખીને ધમકી અને બળજબરીથી સંભોગ કરવાનો આરોપ પણ વિશ્વાસપાત્ર નથી. સુપ્રીમના ચુકાદા બાદ સ્પષ્ટ થયું છે કે સંમતિથી બંધાયેલા જાતિય સંબંધોમાં દુષ્કર્મનો આરોપ લગાવી શકાતો નથી.
શું હતો કેસ: એક મહિલાએ એક ફરિયાદ લખાવી હતી કે તે એક યુવાન સાથે મૂવી જોવા ગઈ હતી અને ત્યાર બાદ તેમણે હોટલની રુમ ભાડે લીધી હતી. જ્યાં શારીરિક સંબંધ બાંધ્યો હતો ત્યાર બાદ પણ તે બે વાર તેની સાથે હોટલમાં જઈને સંબંધ બાંધ્યો હતો. યુવાને તેને લગ્ન કરવાનું પણ વચન આપ્યું હતું પરંતુ પાછળથી ફરી જતાં મહિલાએ તેની સામે રેપનો આરોપ લગાવ્યો હતો.

