ભરૂચ: ભરૂચ જિલ્લામા અલગ અલગ સ્થળે કથિત ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ ઝડપી લઇને ફ્લાઇંગ સ્કવોડની ટીમે રેતી ખનનમાં વપરાતો લાખો રુપિયાનો મુદ્દામાલ કબ્જે લઇને કાયદેસર કાર્યવાહી બાદ ભરૂચ ખાણખનીજ ભૂસ્તર વિભાગ એક્શન માં આવ્યું તો હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ખાતે નર્મદા નદીના પટમાં રેતી માફિયાઓ દ્વારા ફરી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતા સ્થાનિક યુવાનોએ ગ્રામ પંચાયત પ્રતિનિધિ એ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા મનસુખ વસાવા સહિતના રાજનૈતિક આગેવાનોને આ ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ અંગે જાણકારી આપવાની કોશિશ કરી હતી પરંતુ મનસુખ વસાવા એ ફોન ઉપાડ્યો ન હતો અને મંગલેશ્વર ખાતે નર્મદા નદીના પટમાં રેતી માફિયા ફરી બેફામ બની ફરી ગેરકાયદેસર રેતી ઉલેચી રહ્યા છે.
જે બાબતે સ્થાનિક પંચાયત ના પ્રતિનિધિ અને જાગૃત યુવાઓ દ્વારા જનતા રેડ કરવામાં આવતા હાઈવા ટ્રક ચાલકો જગ્યા પરથી રફુચક્કર થવા લાગ્યા હતા અને ગેરકાયદેસર ચાલતા રેતી ખનન બાબતે જરૂરી કાગળો અંગે પુછતા કોઈ જ યોગ્ય જવાબ મળેલ ન હતો. જેના પરથી ઘટિત થાય છે કે આ ગેરકાયદેસર ચાલતા રેતી ખનન જીલ્લા વહીવટી તંત્ર અને ખાણખનીજ ભૂસ્તર વિભાગના છુપા આશીર્વાદથી થઈ રહ્યું હોય તેમ જણાય આવે છે અને ચાલી રહેલા નર્મદા નદીમાં ગેરકાયદેસર રેતી ખનનમાં વપરાતા એકસેવેટર મશીન, યાંત્રિક નાવડી વડે આડેધડ રેતી ઉલેચવામાં આવી રહી છે ઉલ્લેખનીય છેકે તાલુકામાં બેફામ બનેલ ગેરકાયદેસર ખનિજ ખનનની પ્રવૃત્તિને લઇને તાલુકાની જનતામાં રોષ ફેલાયો છે. ગેરકાયદેસર રેત ખનન જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા બે નંબરીયા ખનિજ માફીયાઓ અને તેમના મળતીયા લેભાગુ ઇસમો પર કડક પગલા ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની રહી છે. તાલુકામાં રહેલી ખનિજ સંપતિને બે નંબરીયા રેતી ખનન માફિયા અને તેમના મળતીયા ઇસમો ખોબેખોબે ઉલેચી રહ્યા છે.
ઉલ્લેખનીય છેકે ભરૂચના અને ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં ખૂબ મોટા પાયે રેતી ખનન કરવામાં આવે છે, જેમાં જવાબદાર વિભાગના મેળાપીપણામાં રેતી ખનન ગેરકાયદેસર રીતે અને રોયલ્ટી ચોરી કરી કરવામાં આવતી હોવા છતાં પણ જવાબદાર વિભાગના દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી અને જવાબદાર વિભાગના અધિકારીઓને મલાઈ ખાવા મળે છે જ્યારે રોયલ્ટી ચોરી થવાના કારણે સરકારની તિજોરી પર સીધો માર પડી રહ્યો છે. જવાબદાર તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનન પર પૂરતું ધ્યાન નહીં અપાતું હોવાના કારણે આવી ગેરકાનૂની પ્રવૃત્તિ આખા ભરૂચ જિલ્લામાં ફૂલી ફાલી રહી છે અને ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં પાઇપલાઇન અને નાવડીનો ઉપયોગ કરી પાણી સાથે રહેલી રેતી ઉલેચવામાં આવી રહી છે. આ બાબતે મંગલેશ્વર ગામના સ્થાનિક યુવાનોએ વિરોધ નોંધાવ્યો હતો .

