સુરત: સુરતમાં ફરાર પ્રવીણ ભાલાળા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં કહેવાતો સમાજસેવક પ્રવીણ ભાલાળા એક ફરિયાદમાં તો ફરાર છે ત્યાં તેની સામે બીજી ફરિયાદ નોંધાઈ છે. કરોડોનાં સાયબર ફ્રોડમાં વોન્ટેડ છે પ્રવિણ ભાલાળા તો બીજી ફરિયાદમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવી 14 લાખ ખંખેર્યા હતા જેને લઈ ફરિયાદ નોંધાઈ છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો કાર લોન માટે કોલ કરી વેપારીને યુવતીએ ફસાવ્યો હતો જેમાં યુવતીએ ફોટા-વીડિયો મોકલી ફરવા જવાની ઓફર આપી હતી અને યુવતી વેપારીને  બોરડને હોટેલમાં લઇ ગઇ હતી અને બાદમાં દુષ્કર્મની ફરિયાદના કોલ શરુ થયા હતા અને ભાલાળાએ પોલીસ સાથે સેટલમેન્ટના નામે બેઠક કરી અને રૂપિયા પડાવ્યા હતા, 14 લાખ પડાવ્યા વેપારી પાસેથી આ સમગ્ર ઘટનામાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વેપારી પાસે પહેલા 25 લાખની માંગણી કરવામાં આવી હતી હનીટ્રેપમાં ફસાવનાર દિવ્યા ભાલાળા સાથે જ કામ કરતી અને વરાછા પોલીસે પ્રવીણ અને દિવ્યા સામે  ફરિયાદ નોંધી મળતી માહિતી પ્રમાણે, 2014-15માં લેસ પટ્ટીના વેપારી સામાજિક આગેવાન પ્રવીણ ભાલાળાના સંપર્કમાં આવ્યો હતો.

લેસ પટ્ટી એસોસિએશનના પ્રમુખ તરીકે પ્રવીણ ભાલાળાને નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનો વેપારી તેના સંપર્કમાં આવ્યો હતો.આ સમગ્ર ઘટનામાં સમાજસેવક પ્રવીણ ભાલાળા પરિવાર સાથે ફરાર થઈ ગયો છે. છેતરપિંડીના 6.16 કરોડમાંથી 15 લાખ પ્રવીણને મળ્યા હોવાની વાત સામે આવી છે.  સુરતમાં સમાજસેવક પ્રવીણ ભાલાળા ઠગબાજ નીકળ્યો છે અને અન્ય 4 લોકોએ ભેગા મળીને વૃદ્ધો સાથે રૂપિયા 6.16 કરોડની ચિટીંગ કરી હોવાની વાત સામે આવી છે.