નવસારી: વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે આદિવાસીઓના ઉત્થાન માટે સને-1915માં શરૂ કરેલી બીલીમોરાથી વઘઇ સુધીની નેરોગેજ ટ્રેન ભૂતકાળમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે શરૂ કરી હતી. ખોટમાં ચાલતી આ નેરોગેજ ટ્રેનને અનેક વખત બંધ કરવાની રજૂઆત કરવામાં આવી હતી, છતાં આ ટ્રેન સુવિધા વઘઈ, વાંસદા, આહવા-ડાંગ જેવા બહુમુળ આદિવાસી વિસ્તારને જોડતી હોવાથી તેને હજુ સુધી બંધ કરાઇ નથી. બીલીમોરાથી વઘઇના 65 કિલોમીટર વિસ્ટા ડોમ એસી સહિત 6 કોચ સાથે હાલ દિવસમાં બે વખત અપડાઉન કરે છે.

આ ટ્રેકને નેરોગેજમાંથી રૂપાંતરિત કરીને બ્રોડગેજમાં રૂપાંતર કરવાની વાતો પણ થઈ છે.સર્વે પણ કરાયા છે પરંતુ હજુ સુધી આ અંગે કોઈ કામગીરી જણાઈ રહી નથી. હજુ અધુરામાં પૂરું રેલવે વિભાગ દ્વારા નેરોગેજ ટ્રેનના બીલીમોરાથી વઘઈ વચ્ચેના કુલ 65 કિલોમીટર અંતરમાં 114 નાના-મોટા પુલ અને 65 જેટલી ખુલ્લી ફાટકો આવી છે, જેમાં પણ ગણદેવીના સ્ટેટ હાઇવે કસ્બાવાડીની ફાટકને બંધ અને ખોલવા ગાર્ડે ઉતરવું પડે છે.

આવી ઘણી બધી ફાટકો બે શહેરો બે ગામો અને ફળિયાઓને જોડે છે.આ ખુલ્લી રેલવે ફાટકોને કાયમી ધોરણે બંધ કરવાની હિલચાલ રેલવે તંત્ર એ હાથ ધરતા લોકોમાં અજંપાની સ્થિતિ ફેલાઈ છે. આ બાબતે રેલવે તરફથી કોઈ આધિકારીક માહિતી અપાઇ નથી. પોલીસને સાથે રાખી રેલવે ખુલ્લા ફાટક અંગે સર્વે હાથ ધરાતા લોકોને તેની જાણ થઈ હતી. કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા વિના મનસ્વીપણે ખુલ્લા રેલવે ફાટક બંધ કરવાનો તઘલધી નિર્ણય સરકાર માટે બુમરેંગ સાબિત થશે એ ચોક્કસ વાત છે.

Decision News ને મળેલી માહિતી મુજબ અસરગ્રસ્ત વિસ્તારોમાં અંડરપાસ થયા બાદ આ કામગીરી કરવામાં આવશે.ફાટકોને દોરડાથી બાંધી ટ્રાફિક કંટ્રોલ કરાતો થોડા સમય પહેલા આવી ખુલ્લી ફાટકો ઉપર રેલવે દ્વારા ટ્રેન આવવાના અને જવાના સમયે માણસોનું પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેઓ ટ્રેન આવતી હોય ત્યારે આવી ખુલ્લી ફાટકોને દોરડાથી બાંધી ટ્રેન પસાર થાય ત્યાં સુધી ટ્રાફિકને કંટ્રોલ કરતા હતા. તે કામગીરીનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં હવે તે કામગીરી થતી નથી.