વલસાડ: વલસાડ જિલ્લામાં વીજચોરી રોકવા માટે DGVCL(ડિજીવીસીએલ) આજે વહેલી સવારે મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે. ડિજીવીસીએલના કર્મચારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે જિલ્લાના ચાર તાલુકાઓમાં આકસ્મિક તપાસ અભિયાન શરૂ કર્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુર ખાતેથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત DGVCL (ડિજીવીસીએલ)ની ટીમો ઘરમપુર, કપરાડા, પારડી અને વલસાડ તાલુકાઓમાં તપાસ માટે રવાના થઈ છે. આ કાર્યવાહી માટે 50થી વધુ વાહનોમાં ટીમો મોકલવામાં આવી છે. દરેક ટીમ સાથે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે.
DGVCL(ડિજીવીસીએલ) દ્વારા વીજચોરી અટકાવવા માટે નિયમિત રીતે આવી આકસ્મિક તપાસ કરવામાં આવે છે. આ પ્રકારની કાર્યવાહીથી વીજચોરીના કિસ્સાઓ ઘટાડવામાં મદદ મળે છે અને વીજ વિતરણ વ્યવસ્થા સુધારવામાં સહાય મળે છે.

